તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અકાળે નિધનથી આખો દેશ શોકમગ્ન છે. તેમના નિધનનું દુઃખ તામિલનાડુમાં જ નહીં, દેશના પાટનગર દિલ્હીથી લઈને હજાર કિલોમીટર દૂર પાકિસ્તાન સીમાએ આવેલી લાઈન ઓફ કંટ્રોલ સુધી જાવા મળ્યો છે, જ્યાં એલઓસી રાત-દિવસ પડોશી દેશની હરકતને કારણે ગોળીઓ અને મોર્ટારના અવાજથી ગુંજતી રહે છે. ગુરુવારે એ જ એલઓસી પર કુપવાડા, મછાલ, બારામુલ્લા અને લગભગ દરેક જગ્યાએ જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જનરલ બિપિવ રાવતનું નિધન એ અહીંના સ્થાનિક લોકો માટે તેમના જૂના મિત્રનું નિધન થયું હોય એટલું દુઃખદ છે. ગુરુવારે અહીં હાડ થિજાવી દે એટલી ઠંડી હતી. અહીંનું ટેમ્પરેચર માઈનસમાં હતું, એમ છતાં સ્થાનિક લોકોએ વિવિધ જગ્યાએ કેન્ડલ માર્ચ કાઢીને શોક સભામાં ભેગા થયા હતા અને જનરલ રાવતની તસવીર સામે મીણબત્તી પ્રગટાવીને તેમના નિધનનો શોક વ્યક્ત કર્યો હતો.
મછાલ ગામના ગ્રામીણોએ જનરલ રાવતને તેમના ખાસ મિત્ર તરીકે યાદ કર્યા હતા. આ સાથે જ ગ્રામીણોએ કેન્ડલ માર્ચ દરમિયાન જનરલ રાવતનાં પત્ની મધુલિકા રાવત અને હેલિકોપ્ટર ક્રેશમાં તેમની સાથે જીવ ગુમાવનારા અન્ય અધિકારીઓને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ કેન્ડલ માર્ચમાં બ્રિગેડિયર એલએસ લિદ્દરને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા. તેઓ આ વર્ષે જ ૨૭ જુલાઈએ મછાલ સેક્ટરની મુલાકાત દરમિયાન ગ્રામીણોને
મળવા આવ્યા હતા.
કેન્ડલ માર્ચ કાઢ્યા પછી મછાલના ગ્રામીણોએ જનરલ બિપિન રાવતની તસવીર પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એ સાથે સ્ૈં-૧૭ફ૫ હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થનાર દરેક લોકો માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન દરેકે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ જાળવવા માટે જનરલ રાવતના અથાગ પ્રયત્નોને કાશ્મીરી કદી નહીં ભૂલે.’