ગુજરાતમાં ગન લાઈસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે. વિગતો મુજબ ગૃહ વિભાગે વર્તમાન ૫૦૦ ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. આ સાથે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે.મહત્વનું છે કે, બિનજરૂરી ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આ ગણ લાઈસન્સનો મુદ્દો ખૂબ ચગ્યો હતો.
રાજ્યના ગૃહ વિભાગે એકસાથે વર્તમાન ૫૦૦ ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે નવા ગન લાઈસન્સ પર બ્રેક લગાવી છે. ગન લાઈસન્સ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા શરૂ કરી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં ૬૦,૭૮૪ લાઈસન્સ, વર્ષ ૨૦૨૩માં ૬૭,૩૦૮ ગન લાઈસન્સ ઈશ્યું થયા.આ તરફ હવે રાજ્ય સરકારે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે. આ સાથે નવા લાઈસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાઈસન્સની સમીક્ષા કરાશે. જાકે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના નકારી શકાય નહિ.










































