ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રે ૯.૨૦ વાગ્યે,બિટકોઈન લગભગ ૧૨ ટકા ઘટીને યુએસ ડોલર ૪૭,૪૯૫ થઈ ગયા. તે સત્ર દરમિયાન વધુ ઘટીને ેંજીઇં૪૧,૯૬૫ સુધી પહોંચી ગયો. એટલે કે આખા દિવસનું નુકસાન ૨૨ ટકા થયું. ક્રિપ્ટોકરન્સીમાં જંગી ઘટાડા બાદ એથેરીયમ બ્લોકચેન નેટવર્ક સાથે જોડાયેલ સિક્કો પણ ૧૦% થી વધુ ઘટ્યો હતો.
ક્રિપ્ટોકરન્સી ડેટા પ્લેટફોર્મ અનુસાર, તેણે ટ્રેક કરેલા ૧૧,૩૯૨ સિક્કાઓની માર્કેટ મૂડી લગભગ ૧૫% ઘટીને ઇં૨.૩૪ ટ્રિલિયન થઈ ગઈ છે. ગયા મહિને જ, જ્યારે બિટકોઈન ૬૯૦૦૦ યુએસ ડોલર (૫૧.૯૬ લાખ) નો રેકોર્ડ બનાવ્યો ત્યારે આ મૂલ્ય ૩ ટ્રિલિયનના આંકને વટાવી ગયું હતું. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા એક સપ્તાહથી નાણાકીય બજોરો માટે અસ્થિર સ્થિતિ છે. યુએસમાં નવેમ્બરમાં જોબ ગ્રોથ ધીમી છે અને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે રોકાણકારો પરેશાન છે. આ કારણે શુક્રવારે વૈશ્વિક ઇક્વિટી અને બેન્ચમાર્ક યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો હતો. તેમણે કહ્યું કે ક્રિપ્ટો માર્કેટના મોટા ધારકોએ સિક્કાઓને ટ્રેડિંગ સ્થળોએ ટ્રાન્સફર કર્યા. કિંમતો ઘટાડવા માટે તેઓ રિટેલરો પાસેથી લીવરેજનો ઉપયોગ કરતા હતા