કોંગ્રેસ નેતા પ્રયાંક ખડગેએ આરોપ લગાવ્યો છે કે બિટકોઇન કૌભાંડને કારણે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને પોતાની ખુરશી ગુમાવવી પડશે અને વર્ષ ૨૦૦૮-૧૩ની જેમ જ આ વખતે પણ ભાજપ સરકારને ત્રીજો મુખ્યમંત્રી જોવા પડશે ધારાસભ્ય ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર બિટકોઇન કૌભાંડને ચરણબધ્ધ રીતે બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા તેમના બાળકો અને અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે.આ અનેક કરોડ રૂપિયાનું કૌભાંડ છે અને માદક પદાર્થ સંબંધી મામલાનો ઉકેલ અને સ્થાનાંતરણ માટે બિટકોઇન પ્રાપ્ત કરવામાં આવ્યા છે રોકાણ કૌભાંડ પણ તેના દ્વારા કરવામાં આવ્યું છે.
ભાજપ સરકારના વર્ષ ૨૦૦૮-૧૩ના કાર્યકાળ દરમિયાન બી એસ યેદિયુરપ્પા,ડી વી સદાનંદ ગૌડ અને જગદીશ શેટ્ટારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું જયારે આ વર્ષ જુલાઇથી યેદિયુરપ્પાના સ્થાન પર બોમ્મઇ કર્ણાટરના મુખ્યમંત્રીનું પદ સંભાળી રહ્યાં છે પૂર્વ મંત્રીએ સરકારથી તમામ દસ્તાવેજ જોહેર કરવા અને બિટકોઇન મામલાની તપાસ પ્રવર્તન નિદેશાલય અથવા સીબીઆઇને સોંપવાની માંગ કરી છે.ખડગેએ દાવો કર્યો છે કે બિટકોઇન કૌભાંડ તે સમયે સામે આવ્યું જયારે અમેરિકાની આર્થિક અપરાધ શાખાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી યાત્રા દરમિયાન વડાપ્રધાન કાર્યાલયની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો
જો કે બોમ્મઇએ ખડગેના આરોપોને લઇ કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે તેઓ પુરી માહિતી એકત્રિત કર્યા બાદ કાંઇ બોલશે.બોમ્મઇએ કહ્યું કે આ મામલાના સંબંધમાં કોંગ્રેસ નેતાઓના નામ છે તેમણે એ બાબતે ચિંતા કરવી જોઇએ સીબીઆઇ અધિકારીઓ દ્વારા શહેરના એક હૈકર શ્રીકૃષ્ણ ઉર્ફે શ્રીકીથી ૯ કરોડ રૂપિયાના બિટકોઇન જપ્ત કર્યા બાદ ગત કેટલાક સમયથી આ કૌભાંડમાં રાજનીતિક રીતે પ્રભાવશાળી લોકોના સામેલ હોવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
એ યાદ રહે કે બિટકોઇન એક વિકેન્દ્રીકૃત ડિઝિટલ મુદ્રા છે આ પહેલી વિકેન્દ્રીકૃત ડિઝીટલ મુદ્રા છે જો કે તે કોઇ કેન્દ્રીય બેંક દ્વારા સંચાલિત થતી નથી કોમ્પ્યુટર નેટવર્કિગ પર આધારિત વળતર માટે તેને નિર્મિત કરવામાં આવી છે