દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ અને દિગ્ગજ ઇન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ બિટકોઈન સહિત તમામ ક્રિપ્ટોકરન્સીને નાપસંદ કરવા માટે જાણીતા છે. તેમણે વારંવાર કહ્યું છે કે તેઓ ક્રિપ્ટોકરન્સીમાં માનતા નથી. બફેટે ફરી એકવાર ક્રિપ્ટોકરન્સી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીએ ઉત્પાદક અસ્કયામતો નથી. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે બિટકોઇનનો કોડીનો ભાવ થઇ જાય તો પણ તેઓ કયારેય ખરીદશે નહી.
વોરેન બફેટનું માનવું છે કે કોઈપણ સંપત્તિનું પોતાનું મૂલ્ય હોવું જાઈએ. તેઓ એવું પણ માને છે કે માત્ર એક જ ચલણ સ્વીકાર્ય છે અને તે ક્રિપ્ટો તો બિલકુલ જ નથી. ઇનસાઇડરના એક અહેવાલમાં બફેટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, જા તમે મને કહો કે તમારી પાસે વિશ્વના તમામ બિટકોઇન્સ છે અને તે મને માત્ર ઇં૨૫માં આપવા માટે સંમત થાઓ, તો પણ હું તે નહી ખરીદીશ. હું તેને શું કરીશ? અત્યારે બિટકોઈનનો ભાવ લગભગ ૩૯ હજાર ડોલર છે.
વોરેન બફેટ બર્કશાયર હેથવેની વાર્ષિક શેરહોલ્ડર મીટિંગને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી એ ઉત્પાદક અસ્કયામતો નથી અને તેમાંથી કશું જ નક્કર જનરેટ થતું નથી. તેમણે કહ્યું,આગામી એક વર્ષમાં તે ઉપર જશે કે નીચે જશે કે પાંચ, દસ વર્ષમાં, મને ખબર નથી. પરંતુ એક વસ્તુની મને ખાતરી છે કે તે કંઈપણ નક્કર પેદા કરતું નથી.
બર્કશાયર હેથવેની પરંપરાગત વાર્ષિક શેરહોલ્ડર મીટિંગ કોવિડ-૧૯ રોગચાળો શરૂ થયા પછી પ્રથમ વખત યોજાઈ હતી. આ બેઠકમાં બફેટે પાંચ કલાક સુધી લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમ્યાન બફેટે વોલ સ્ટ્રીટ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હવે શેરબજાર રોકાણને બદલે સટ્ટાનું માધ્યમ બની ગયું છે. બફેટે કહ્યું, જ્યારે લોકો રોકાણ નહીં પરંતુ સટ્ટો રમતા હોય ત્યારે તેઓ વધુ પૈસા કમાય છે.આ દરમિયાન બફેટે એ પણ જણાવ્યું કે તેમની હોલ્ડિગ કંપનીએ હાલના સમયમાં ક્યાં કયાં રોકાણ કર્યું છે.
બર્કશાયર હેથવેનીએ બજારમાં તાજેતરની મંદીનો લાભ લીધો અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વિવિધ કંપનીઓમાં ૫૧ બિલિયનનું રોકાણ કર્યું. આ સમયગાળા દરમિયાન, તેલ કંપની શેવરોનમાં બફેટની કંપનીનું રોકાણ ૪.૫ બિલિયનથી વધીને ૨૬ બિલિયન થઈ ગયું. હવે કંપની અમેરિકન એક્સપ્રેસ, એપલ અને બેન્ક ઓફ અમેરિકા સાથે બર્કશાયરના ટોપ ૪ હોલ્ડિગ્સમાં જાડાઈ ગઈ છે. આ સમય દરમિયાન, બર્કશાયરએ ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમમાં ૧૪ ટકા હિસ્સાના સમાન શેર પણ ખરીદ્યા.