રશ્મિ દેસાઈ અને ઉમર રિયાઝ બિગ બોસ ૧૫ના ઘરમાં સારુ બોન્ડ શેર કરે છે અને તેઓ ઘણીવાર એકબીજોની ચિંતા પણ કરે છે. જ્યારે દેવોલીના ભટ્ટાચાર્જી અને અભિજીત બિચુકલે ઝઘડી રહ્યા હતા, ત્યારે રશ્મિ દેસાઈએ આંગળી આપીશ તો હાથ પકડશે જ ને’ તેવી કોમેન્ટ કરી હતી. ઉમર રિયાઝે રશ્મિને આ મામલે એક પણ શબ્દ ન બોલાવા અને દૂર રહેવા માટે કહ્યું હતું. જો કે, રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચાર્જી વચ્ચે ઝઘડો થયા બાદ, તેણે બિગ બોસ ૧૩ દરમિયાન તેનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. દેવોલીનાએ આગળ કહ્યું હતું કે, તેને બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રવક્તા તરીકે ઉમર રિયાઝ મળી ગયો છે. વાત આટલેથી અટકી નહીં અને તેણે આગળ કહ્યું હતું કે, ‘બિગ બોસ ૧૩માં તેની પાછળ (સિદ્ધાર્થ) પડી હતી અને અહીંયા આની (ઉમર) પાછળ પડી છે. આ વાત સાંભળીને રશ્મિ દેસાઈને ગુસ્સો આવ્યો હતો અને તેણે દેવોલીનાને આગળની સીઝન વિશે કંઈ પણ ન બોલવાનું કહ્યું હતું. આ સિવાય અભિજીતે જ્યારે શમિતા શેટ્ટી માટે ખરાબ શબ્દ વાપર્યો ત્યારે મૌન રહેવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. જે બાદ રશ્મિ દેસાઈએ સોફા પર બેઠેલા ઉમર સામે જોયુ હતું અને તેનો હાથ પકડીને બે વખત ‘આઈ લવ યુ કહ્યું હતું. ઉમરે રશ્મિને શાંત થવા અને બેસવા માટે કહ્યું હતું. બાદમાં, તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઈ જ્યારે ગાર્ડન એરિયામાં બેઠા હતા ત્યારે તેજસ્વીએ શું તે ઉમર માટે કંઈ ફીલ કરે છે તેમ પૂછ્યું હતું. તેના પર રશ્મિ દેસાઈએ જવાબ આપ્યો હતો ‘મને તે પસંદ છે પરંતુ મને ડર લાગે છે. ઉમર શું ફીલ કરે છે તેના વિશે મને સહેજ પણ ખ્યાલ નથી. બીજી તરફ, કરણ કુંદ્રા, નિશાંત ભટ્ટ અને ઉમર રિયાઝ સાથે બેસીને વાત કરી રહ્યા હતા. ત્યારે કરણે ઉમરને પૂછ્યું હતું ‘ભાઈ તે શું હતું? આઈ લવ યુવાળો સીન’. તો ઉમરે હસતા કહ્યું હતું ‘હું તો ડરી ગયો હતો. મને લાગ્યું હતું કે, ક્યાંક તે મને કિસ ન કરી દે’. જે બાદ ત્રણેયે મજોકમાં બિગ બોસ પાસે ટિકિટ ટુ ફિનાલેના બદલે ગોવાની ટિકિટ આપવા માટે કહ્યું હતું.