બિગ બોસ ફેમ સોફિયા હયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ સોફિયા હયાતે ભલે પરદાથી અંતર બનાવી લીધું છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સ સાથે ટચમાં રહે છે. પોતાને નન ગણાવતી સોફિયાની તસવીર અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. સોફિયા ક્યારેક પોતાને એકદમ ધાર્મિક ગણાવતા પોતાની પારંપરિક તસવીરો શેર કરતી રહે છે અને ક્યારેક તે એકદમ બોલ્ડ થઈ જોય છે. ફરી એકવાર સોફિયાએ પોતાની હદથી વધારે બોલ્ડ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર શેર કરવાની સાથે જ એક્ટ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. સોફિયાએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ટોપલેસ બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. તેની આ તસવીર પર ફેન્સ ખુબ જ લાઈક અને શેર કરી રહ્યા છે. ટીવી રિયાલિટી સો બિગ બોસ ૭ થી જોણીતી થઈ સોફિયા હયાત માત્ર પોતાની સનસનીખેજ તસવીરો જ નહીં પરંતુ વિવાદિત નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલીવુડમાં સોપિયા ‘અક્સર ૨’ અને ‘નાચ લે લંડન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તમામ હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, એક સમય પછી તેણે પરદાથી અંતર બનાવી લીધું છે. હવે તે ધર્મ-કર્મની વસ્તુમાં જ મન લગાવે છે. જ્યાં સુધી ફેન્સ સાથે ટચમાં રહેવાની વાત છે તો તે પોતાની તસવીરો શેર કરતી રહે છે.