અકબર કા બાલ બિરબલ એક્ટર વિશાલ કોટિયન, કે જે છેલ્લે બિગ બોસ ૧૫માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યો હતો, તે થોડા દિવસ પહેલા એલિમિનેટ થયો હતો. શોમાંથી બહાર થવાના કારણે એક્ટર નિરાશ થયો હતો અને ઘણા લોકોએ તેના એલિમિનેશન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તો શું વિશાલ બિગ બોસના ઘરમાં ફરીથી એન્ટ્રી કરશે? તેવી અફવા ઉડી રહી છે. આ વિશે વિશાલે કહ્યું હતું કે સૌથી પહેલા તો હું દર્શકો દ્વારા એલિમિનેટ થયો નહોતો. હું ઘરવાળા દ્વારા એલિમિનેટ થયો હતો. તેથી હું શોમાંથી બહાર થાઉ તેમ લોકો ઈચ્છતા નહોતા. અને હું ફરીથી શોમાં એન્ટ્રી કરવાનો છું કે કેમ તેના વિશે મને જોણ નથી. મારી મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને હજી સુધી કંઈ નક્કી થયું નથી. પરંતુ હાલ હું કોઈ પ્રોજેક્ટ લઈ રહ્યો નથી. એક્ટરને ઘણા એક્સ-કન્ટેસ્ટન્ટ્‌સ તરફથી સપોર્ટ મળ્યો હતો અને તે તેનાથી ખુશ છે. આ અંગે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને સારુ લાગી રહ્યું છે કે, ડેલનાઝ ઈરાની તેમજ કાશ્મીરા શાહ સહિતના બિગ બોસના એક્સ-કન્ટેસન્ટ્‌સ મને સપોર્ટ કરી રહ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિશાલ કોટિયન પાસે હાલ એક ફિલ્મ છે. તેણે કહ્યું હતું કે ‘શો પહેલા મેં ફિલ્મ સાઈન કરી હતી અને હું ઘરમાં હોવાથી શૂટ કરી શક્યો નહોતો. પરંતુ ટૂંક સમયમાં હું તેના પર કામ કરવાનું શરૂ કરીશ. મને શો હોસ્ટ કરવાની તક મળે તેવી આશા રાખુ છું. મને લાગે છે કે હું અલગ-અલગ ભાષા બોલી શકતો હોવાથી તેમ કરી શકું છું. હકીકતમાં, હું બિગ બોસના ઘરમાં રોજ સવારે બોલતો હતો. મારા બાળપણના મિત્ર મનિષ પૌલે પણ મારે હોસ્ટિંગમાં ટ્રાય કરવું જોઈએ તેમ કહ્યું હતું.