મુંબઈના મુલુંડમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ખરીદેલી આ પ્રોપર્ટીની કિંમત લગભગ ૨૫ કરોડ રૂપિયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ માહિતી સ્ક્વેર યાર્ડ્‌સમાં જમા રજીસ્ટ્રેશન દસ્તાવેજામાંથી મળી છે. આ ૧૦ એપાર્ટમેન્ટ ૧૦,૨૧૬ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા છે. પા‹કગની વાત કરીએ તો તેમાં ૨૦ કાર પા‹કગ માટે જગ્યા છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન અને તેમના પુત્રએ મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં રૂ. ૨૪.૯૫ કરોડની મિલકત ખરીદી છે. સ્ક્વેર યાર્ડ્‌સે જણાવ્યું હતું કે તેણે નોંધણી દસ્તાવેજાની સમીક્ષા કરી છે.
કુલ દસ ફ્લેટમાંથી, આઠ એપાર્ટમેન્ટ્‌સનું ક્ષેત્રફળ ૧,૦૪૯ ચોરસ ફૂટ છે અને બે એપાર્ટમેન્ટ્‌સ ૯૧૨ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રોપર્ટી ડીલ પર કુલ રૂ. ૧.૫૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટી લાદવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અભિષેક બચ્ચને આમાંથી છ એપાર્ટમેન્ટ્‌સ ૧૪.૭૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને અમિતાભ બચ્ચને બાકીના ચાર એપાર્ટમેન્ટ્‌સ ખરીદ્યા હતા.
અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક છે. હાલમાં જ તેની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. અભિષેકની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક છે.