બાવન ગામ કડવા પાટીદાર સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જાય છે, પરંતુ હોસ્ટેલની પૂરતી અને સગવડભરી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાને કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી સમાજના વિદ્યાર્થીઓની આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા માટે કડવા પટેલ સમાજ- અમરેલીમાં સમાજના પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા અને શ્રી ઉમિયા મંદિર ટ્રસ્ટ લીલીયાના પ્રમુખ બાબુભાઇ ધામતની આગેવાનીમાં મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ હતી. જેમાં અમદાવાદ, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા, ગોંડલ તથા અન્ય શહેરોમાંથી ઉદ્યોગપતિઓ, દાતાઓ તથા બાવન ગામ કડવા પટેલ સમાજના પાટીદાર આગેવાનો, સમાજના પ્રમુખો, ટ્રસ્ટીઓ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ તથા સમૂહલગ્ન સમિતિના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે હોસ્ટેલ વ્યવસ્થા ઊભી કરવા માટે નિર્ણય કરવામાં આવેલ હતો. રૂ. ૨૫ કરોડના ખર્ચે અમદાવાદમાં ૫૦૦ વિદ્યાર્થી ભાઈઓ – બહેનો રહી શકે તે માટે હોસ્ટેલ નિર્માણ કામગીરી શરુ કરવા જણાવેલ હતું.










































