પનાહ મિલ જાયે જિસકા હાથ છૂકર
ઉસી હથેલી પર ઘર બના લો…
બાળ સાહિત્યના સર્જન યાત્રીઓએ ઘર બનાવી લીધું છે. તેમને હમરાહી મળ્યા છે. પોતાના સર્જનને વ્યક્ત કરવાની જાજરમાન તક મળી છે. હું વાત કરું છું ગયા રવિવારે અમદાવાદ મુકામે યોજાયેલ અંજુ નરશી પારિતોષિકની. ગુજરાત રાજ્યમાં બાલ સાહિત્યસર્જનની ઉત્તમ કૃતિ માટે પ્રતિ બે વર્ષ બાદ યોજાય છે અંજુ નરશી પારિતોષિક. સર્વાધિક ધનરાશિ સર્જકના સર્જકને અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવે છે. શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા આયોજિત અંજુ નરશી પારિતોષિક ૨૦૨૧ ને નિહાળ્યા બાદ મનોમન થાય કે વર્તમાન સમય બાલ સાહિત્ય સર્જન માટે સુવર્ણયુગ સમાન છે. આજે વાત કરવી છે એ તમામ વિજેતાઓની અને તેમની સર્જનયાત્રાની. તેમની સફળતાની. વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૦ના બે વર્ષના સમયગાળા દરમ્યાન બાળસાહિત્ય માટે સર્જન થયેલી કૃતિઓને શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા મંગાવવામાં આવે છે. તમામ કૃતિઓને કસોટીની એરણે મૂકીને ચકાસવામાં આવે છે અને ત્યારબાદ પારિતોષિક માટે પસંદ કરવામાં આવે છે. ચાલો, નિહાળીએ એ તમામ વિજેતા સર્જકોને……
અંજુ નરશી પારિતોષિક માટે તૃતીય ક્રમે હતા. ‘તડકાના ઝાંઝર’ના સર્જક શ્રી રામુ ડરણકર તથા ‘સોનપરી આવી ખરી’ જેના સર્જક શ્રી નટવર હેડાઉ. દ્વિતીય ક્રમે હતા. ‘ભોલુ અને બોલતું ઝાડ’ જેના સર્જક શ્રી જીગર જોષી તથા ‘મજાની ચરકલડી’ શ્રી ધર્મેન્દ્ર પટેલ તેમને સંયુક્ત રીતે આપવામાં આવેલ. પ્રથમ ક્રમે હતાં ‘પર્યાવરણ કથાઓ’ જેના સર્જક શ્રી રવીન્દ્ર અંધારિયા તથા ‘ખોખો રમતું કબૂતર’ જેના સર્જક શ્રી પારુલ બારોટ જેમને આપવામાં આવેલ. નોંધનીય રહેશે તૃતીય પુરસ્કાર માટે પાંચ હજાર રૂપિયાની ધન રાશિ. દ્વિતીય પુરસ્કાર માટે ૧૧,૦૦૦ની ધન રાશિ. પ્રથમ પુરસ્કાર માટે ૨૧ હજાર રૂપિયાની ધનરાશિ, એવોર્ડ, પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવે છે. નોંધનીય રહેશે આ વર્ષનું પ્રમાણપત્ર હતું એ વિશિષ્ટ હતું. આ પરથી સાબિત થાય છે કે વર્તમાન સમય બાલ સાહિત્ય સર્જનનો સુવર્ણયુગ છે. આ ઉપરાંત અંજુ નરશી વિશિષ્ટ સન્માન માટે ‘જોડાક્ષરોના વેકેશન’ માટે ગીરા પિનાકીન ભટ્ટ. ‘બાળ સુલભ વાર્તાઓ’ માટે કાલિન્દી પરીખ. ‘મમ્મી મને સાયકલ આવડી ગઈ’ માટે જિતેન્દ્ર પ્રજાપતિ અંતરિક્ષની પરીઓ માટે કલેરા કિશ્ચિયન. ‘પંખીઓના દેશમાં’ ગિરિમ્‌ ધારેખાન જેમને આ વિશિષ્ટ સન્માન અર્પણ કરવામાં આવેલ. સાથે-સાથે અંજુ નરશી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ શ્રી રમેશ ત્રિવેદીને અર્પણ કરવામાં આવ્યો હતો. અંજુ નરશી ગુર્જર બાલ સાહિત્ય પુરસ્કાર શ્રી કિરીટ ગોસ્વામીને અર્પણ કરવામાં આવેલ. નાનું દાદા વીડીયા શિક્ષણ સેવા સન્માન મમતા બેન ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. જામભા ઝાલા સમાજસેવા સન્માન વિજય ઇટાલીયાને પ્રાપ્ત થયેલ. અંજુ નરશી કલા પ્રતિભા સન્માન કૌશિક બાબુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો હતો.
બાલ સાહિત્યના તમામ સર્જકોના હૈયામાં શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા આયોજિત આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા વિજેતા થયા અને પ્રાપ્ત થયેલા પુરસ્કાર બાદ સાહિત્યનું પુનઃસર્જન કરવાની પ્રેરણા મળી છે. શ્રી રવજીભાઈ ગાબાણીના આ ભગીરથ પ્રયાસને સૌ નતમસ્તક નિહાળી રહ્યા હતાં અને ધન્યતા અનુભવી રહ્યા હતાં. આવનારા બે  વર્ષ બાદ ફરી વાર આવા પારિતોષિક ના હાજરી થવા માટેનું સદભાગ્ય ઈશ્વરને આપે તેવી શુભેચ્છાઓ સાથે….