અલ્હાબાદ હાઈકોર્ટે એક બાળક સાથે થયેલ યૌન શોષણના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે બાળકો સાથે ઓરસ સેક્સને ગંભીર યૌન હુમલો નહીં માનતા, આ કેસમાં દોષિ સાબિત થયે એક શખ્સને નિચલી કોર્ટ દ્વારા મળેલી સજો ઘટાડી દીધી છે.
હાઈકોર્ટે આ પ્રકારના ગુનાને પોક્સો એક્ટની કલમ ૪ અંતર્ગત દંડનીય માન્યો છે, પણ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે, આ કૃત્ય એગ્રેટેડ પેનેટ્રેટિવ સેક્સુઅલ અસોલ્ટ અથવા ગંભીર યૌન અટેક નથી. તેથી આવા કેસમાં પોક્સો એક્ટની કલમ ૬ અને ૧૦ અંતર્ગત સજો સંભળાવી શકાય નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલામાં દોષિને મળેલી ૧૦ વર્ષની સજો ઘટાવાની ૭ વર્ષની કરી નાખી છે. સાથે જ ૫ હજોરો દંડ પણ લગાવ્યો છે.
સોનૂ કુશવાહા નામના આ શખ્સને ઝાંસી સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જ્યાં જÂસ્ટસ અનિલ કુમાર ઓઝાની એકલ પીઠે કુશવાહાની સજો વિરુદ્ધ અપીલ પર ચુકાદો સંભળાવ્યો હતો. આ અગાઉ સેશન કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ અને કલમ ૫૦૬ તથા પોક્સો એક્ટની કલમ ૬ અંતર્ગત દોષી ઠેરવ્યો હતો. કોર્ટની સામે સવાલ એ હતો કે, શું સગીર સાથે ઓરલ સેક્સ કરવું અને વીર્ય સ્ખલન પોક્સો એક્ટની કલમ ૫/૬ અથવા કલમ ૯/૧૦ના દાયરામાં આવશે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે, બંને કલમમાંથી કોઈ પણ દાયરામાં નથી આવતું, પણ આ પોક્સો એક્ટની કલમ ૪ અંતર્ગત દંડનીય છે.