બધાં જ પેરેન્ટસ ઇચ્છે છે કે, લોકો તેમના બાળકના વ્યવહારથી પ્રભાવિત થાય, એની પ્રશંસા કરે, પણ બાળકો લોકોની સામે ઉંટપટાંગ હરકતો કરવાની શરૂ કરી દે છે. એમના એવા વ્યવહારને કારણે ઘણીવાર પેરેન્ટસને શરમીંદા પણ થવું પડે છે. આ શરમીંદાપણાથી બચવા માટે બાળકોને એટિકેટ અર્થાત્‌ શિખવવા બહુ જ જરૂરી છે…
બાળકોને શિષ્ટાચાર શીખવતી વખતે એ પણ ધ્યાન રાખો કે, તમે જે વાતો તેમને શીખવી રહ્યા છો, તેને ખુદ પહેલાં અમલમાં લાવો, પછી શીખવો, કેમ કે, બાળકો જાઇને જલ્દી અને વધુ શીખે છે.
ટોકિંગ એટીકેટ્‌સ
‘પ્લીઝ’ અને ‘થેંકયૂˆ કહેવામાં ભલે સાવ નાના જ બે શબ્દ હોય, પણ એ તમારા સારા સંસ્કારને દર્શાવે છે. બાળકોને બાળપણથી જ એ શીખવો કે, જયારે પણ કોઇની પાસે કંઇ માગીએ તો ‘પ્લીઝ’ અને જયારે પણ કોઇ તેમને કંઇ આપે ત્યારે ‘થેંકયુ’ અવશ્ય કહે.
કેટલાંક બાળકો ઘરમાં તો બહુ બોલતા હોય છે, પણ સગાં – સંબંધીઓની સામે એકદ ચૂપ અને શાંત બની જાય છે, જે યોગ્ય નથી. એટલા માટે બાળકોને શીખવો કે, જયારે પણ કોઇ તેમને પૂછે, ‘ બેટા કેમ છો ?’ તો સ્મિત સાથે જવાબ આપે. સાથો સાથ બાળક પોતે પણ સામેની વ્યક્તિ પૂછે, કે, “ તમે કેમ છો ?” જયારે પણ બાળક પોતાના મિત્રો કે સખીઓ સાથે સમય પસાર કરવા કે અન્ય કોઇ કામસર તેને ઘેર જાય, તો ત્યાંથી નીકળતી વખતે મિત્ર કે સખીના પેરેન્ટસને સાથે સમય વિતાવવા બદલ, ધ્યાન રાખવા બદલ, ખાણી – પીણી બદલ અવશ્ય કહે ધન્યવાદ.
બાળકોને એ શીખવવું બહુ જ જરૂરી છે કે, જ્યારે પણ મોટાં લોકો પરસ્પર વાતચીત કરી રહ્યા હોય, તો તેઓ વચ્ચે ન બોલે.
ગુસ્સામાં સામાન્ય રીતે બાળકો અપશબ્દોનો ઉપયોગ કરે છે. એવે વખતે મા – બાપે તેમને શરૂઆતથી જ શીખવવું જાઇએ કે તેઓ ગાળ કે અપશબ્દ કદાપી ન બોલે. કેમ કે, ગાળ કે અપશબ્દ બોલવાથી લોકોના મનમાં બાળક વિશે અને આપના પરિવાર વિશે એક અલગ દ્રષ્ટિકોણ બંધાય છે.
બાળકોને એ શીખવો કે, એ જયારે પણ ટિચર્સ સાથે વાતચીત કરે, ત્યારે હાથ હંમેશા પાછળ રાખે અને સીધા ઊભા રહીને વાત કરે જા ટિચર્સ તેની કોઇ સમસ્યા નિવારે, તો તેમને ‘થેંકયૂ કહેવાનું ન ભૂલે.
ઇટિંગ એટીકેટ્‌સ
બાળકોને શીખવો કે ખાવાનું ખાતી વખતે ગરદનની નીચે નેપકિન અવશ્ય લગાવે. વચ્ચે – વચ્ચે મોં લૂછે, કેટલીકવાર ખાવાનું મોં પર ચોંટે છે અને ખબર પણ નથી પડતી, જે સામેવાળા સમક્ષ બહુ જ ખરાબ લાગે છે. મોટા બાળકો પેપર નેપકિન્સનો ઉપયોગ કરી શકે છે.
નાના – નાના કોળિયા લઇને ધીમે – ધીમે ચાવીને ખાવા માટે બાળકને કહો ખાવાનું ખાતી વખતે ચાવવાનો અવાજ ન આવે એનું ધ્યાન રાખો અને ખાતી વખતે વાત ન કરો.
જા બાળકને ભાવતી કે પસંદગીની ખાદ્યચીજ ન હોય તો બાળકને સમજાવો કે તેનો ઇશ્યૂ ન બનાવે. એનાથી પોતાના ઘેર પેરેટ્‌સને અને અન્યના ઘેર સામેવાળાને શરમિંદા બનવાનો વારો આવે છે.
પાર્ટી એટીકેટ્‌સ
પાર્ટીમાં બાળકો પોતાના મિત્રો – સખીઓ સાથે મસ્તીમાં એટલા બધા ખોવાઇ જાય છે, કે કેટલીવાર બધી મેનર્સ ભૂલી જાય છે, એન ભૂલે એ પ્રથમથી જ સમજાવો.
કેટલીવાર બાળકો શરમ – સંકોચને કારણે બર્થ ડે પાર્ટીમાં યોજાનારી ગેઇમ્સ વગેરેમાં ભાગ નથી લેતાં બાળકોને ત્યાં લડવાને બદલે, ઘરેથી જ સમજાવીને લઇ જાવ ને બધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરો.
જા આપના ઘેર બર્થડે પાર્ટી હોય, તો બાળકોને મહેમાનોની સાથે યોગ્ય વાણી – વર્તન – વ્યવહારની સાચી રીત સમજાવો એ પણ સમજાવો કે, જે પણ ગિફ્ટ મળે એ તરત જ બધાની સામે ન ખોલે.
પોતાની બર્થડે પાર્ટીમાં ગિફ્ટ મળવા પર થેંક્યૂ કહે જા પાર્ટીમાં રિટર્ન ગિફટ આપી રહ્યો હોવ તો તેના પર ‘થેક્યૂ’ ની નોટ લગાવીને આપો મોટા બાળકો સોશ્યલ નેટવ‹કગ સાઇટ્‌સ કે મેસંજિગ દ્વારા ‘થેંક્યૂ’ નોટ મોકલી શકે છે. એથી સામેવાળા પર બહુ સારી અસર પડે છે.