તમિલનાડુથી એક હૃદયદ્રાવક અકસ્માત નોંધાયો છે. મંગળવારે રાજ્યના કુડ્ડલોર જિલ્લામાં રેલ્વે ક્રોસિંગ પર બાળકોને લઈ જતી સ્કૂલ વાન ચાલતી પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ, જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા. ઓછામાં ઓછા છ અન્ય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા. આ દુઃખદ અકસ્માત કુડ્ડલોર અને અલાપ્પક્કમ વચ્ચે માનવ સંચાલિત રેલ્વે ક્રોસિંગ પર સવારે ૭:૪૫ વાગ્યે થયો હતો, જેના કારણે સલામતીના નિયમો અને માનવીય ભૂલ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
અકસ્માતમાં ગામના બે બાળકોના મોત થયા હતા. અન્ય બે બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કટોકટી સેવાઓએ ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ટ્રેન આવી ત્યારે ફાટક ખુલ્લો હતો, જાકે ક્રોસિંગ માટે જવાબદાર રેલ્વે સ્ટાફ તે સમયે હાજર હતો કે નહીં તે સ્પષ્ટ નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી એક સ્કૂલ બસ ટ્રેનની ટક્કરે પડી ત્યારે કુડ્ડલોરના એસપી એસપી જયકુમારે કહ્યું, “બે વિદ્યાર્થીઓના મોત થયા, બે વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવર ઘાયલ થયા. રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારીઓ અને રાજ્ય પોલીસ વધુ તપાસ કરી રહી છે.” અકસ્માત બાદ સેમ્બંકુપ્પમ રેલ્વે ક્રોસિંગ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે.
રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માત મંગળવારે સવારે ૭ઃ૪૫ વાગ્યે થયો હતો. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વાન કુડ્ડલોર અને અલાપ્પક્કમ વચ્ચે રેલ્વે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન, વાન ૫૬૮૧૩ વિલ્લુપુરમ-મયીલાદુથુરાઈ પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ગઈ. ટક્કરને કારણે, વાન કૂદી ગઈ અને રેલ્વે ક્રોસિંગથી થોડે દૂર પડી ગઈ. આ પછી, ઘાયલોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વાનનો ડ્રાઇવર ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન આવી રહી છે તે જાઈ શક્યો નહીં. આ કારણે અચાનક ટક્કર થઈ અને વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.
રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે ગેટકીપર રેલ્વે ફાટક બંધ કરવા જઈ રહ્યો હતો, ત્યારે વાનના ડ્રાઇવરે વાહનને ફાટક પાર કરવા દેવાનો આગ્રહ રાખ્યો હતો. જાકે, આને મંજૂરી આપવી જાઈતી ન હતી. અધિકારીઓની એક સમિતિ ઘટનાની તપાસ કરી રહી છે. કથિત બેદરકારીને કારણે, લોકોએ રેલ્વે ફાટકકીપર પર હુમલો કર્યો જેને પોલીસે બચાવી લીધો.










































