જાફરાબાદ સામાકાંઠામાં બાળકોના રમવા મુદ્દે મહિલાઓમાં માથાકૂટ થઈ હતી અને એક મહિલાના કપાળમાં બડીયો મારતાં બે ટાંકાની ઈજા થઈ હતી. બનાવ અંગે જેઠીબેન મંગાભાઈ બારૈયા (ઉ.વ.૬૫)એ મધુબેન લાખાભાઈ સોલંકી, શુભમ લાખાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના બાળકો બહાર રમતા હતા. જેથી મધુબેન સોલંકીને ગમતું ન હોવાથી આ મુદ્દે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મધુબેને ઉશ્કેરાઈને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત શુભમ સોલંકીએ કપાળના ભાગે બડીયો મારતાં ટાંકાની ઈજા થઈ હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.