જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે વરુ પરિવાર અને વાળા પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય અને આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં વક્તા તરીકે નીલકંઠ દાદા (વડીયા) ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાની સરળ શૈલીમાં ભગવાનના વિવિધ ચરિત્રો અને ધર્મના ઉપદેશો રજૂ કરી શ્રોતાઓને ભક્તિના રસમાં તરબોળ કર્યા હતા.કથા દરમિયાન દરરોજ સત્સંગ, ભજન-કીર્તન અને વિવિધ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા અને શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગામના આગેવાનો અને યુવા મંડળના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને એકતાના સંદેશ સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.