અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં બાલસાહિત્ય અકાદમીના ર૧મા અધિવેશનમાં બાલવાટિકા દ્વારા બાલવાર્તા લેખન સ્પર્ધા-ર૦રરના સ્પર્ધકોને ભેટ અને સર્ટિફિકેટ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ તકે બાલવાટિકા મેગેઝિન અમરેલીના પ્રકાશક ડો. ભારતીબેન જી. બોરડ સહિતના તજજ્ઞો દ્વારા ગ્રેડ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.