અમદાવાદ શહેરમાં બાર કાઉન્સિલ દ્વારા તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રાજ્યના વકીલોને બંને દેશોનો પ્રવાસ ન કરવા ચળવળ ચલાવવામાં આવશે. વકીલોને પ્રવાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને હથિયારો સપ્લાય કરતા દેશભરમાં વિરોધ જાવા મળી રહ્યો છે. જેએનયુ સંસ્થાએ તુર્કીની એક યુનિવર્સિટી સાથે કરાર સ્થગિત કરી દીધા છે. ગુજરાતમાં બાર કાઉન્સિલ દ્વારા તુર્કીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બાર કાઉન્સિલના પ્રમુખ જે જે પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરવા અપીલ કરી છે. રાજયના વકીલોને બંને દેશોનો પ્રવાસ ન કરવા અપીલ કરી છે. વકીલો બંને દેશોનો પ્રવાસ ન કરે તે માટે ચળવળ ચલાવશે. રાજ્યના સંગઠનોને પણ આ ચળવળ ચલાવવા અપીલ કરાઈ છે. વકીલોને તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરવા અપીલ કરી છે.
ગુજરાતમાં તુર્કીયેનો ખુલ્લો બહિષ્કાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. ગુજરાતના ટુર ઓપરેટરોએ તુર્કી તેમજ અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો છે. ગુજરાતના ટૂર ઓપરેટર્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અઝરબૈજાન અને તુર્કી પાસેથી બુકિંગ લેશે નહીં. કારણ કે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને દેશોએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તુર્કીયેની કમાન હાલમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના હાથમાં છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે જાવા મળતો લશ્કરી તણાવ છેલ્લા કેટલાક દિવસથી શાંત થઈ ગયો છે. જેમાં ડ્રોન, મિસાઇલ, તોપ અને ગોળીઓના અવાજ બાદ ગઈકાલ રાતથી સરહદ પર શાંતિ છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે – જે રીતે તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો છે, પરિણામે તુર્કીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.