બારોટ સમાજ ટ્રસ્ટ, અમરેલીના પ્રમુખની ચૂંટણીમાં સતત ચોથી વખત રાજેશભાઇ રેણુકા ચૂંટાઇ આવ્યા છે. તેમણે નવી કારોબારીના સભ્યોની રચના કરી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે મનોજભાઇ સોલંકી, મંત્રી નારણભાઇ લગધીર, ખજાનચી દિલીપભાઇ અભાણી, ઓડિટર હિતેષભાઇ રેણુકા, કાર્યાલય પ્રવક્તા તરીકે વિરેન્દ્રભાઇ રેણુકા સહિત વિવિધ વરણીઓ કરવામાં આવી હતી. રાજુભાઇએ અમરેલી બારોટ સમાજના સભ્યોએ સાથે મળીને કામગીરી કરી સમાજનો વિકાસ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.