બારડોલીથી મહુવા તરફ જતા સ્ટેટ હાઇવે પર મોડી સાંજે આટીયા ફળિયા નજીક અકસ્માત સર્જાયો હતો. વરસાદી માહોલમાં ભીના રસ્તા ઉપર પડેલી ચીકણી માટીના કારણે સ્લીપ થયેલા ટેમ્પાની અડફેટે બે બાઇક આવી હતી. અકસ્માતમાં બાઇક પર સવાર પિતા-પુત્રનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતુ. જ્યારે અડફેટે ચડેલા અન્ય બાઇક સવારને ઈજાઓ થવા પામી હતી, પરંતું આબાદ બચાવ થયો હતો.
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ મોડી સાંજે બારડોલીથી મહુવા તરફ જતા સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. મહુવા તાલુકામાં વરસી રહેલા વરસાદ દરમિયાન રસ્તા પર ચીકણી માટીના કારણે સ્ટેટ હાઇવે પરથી પસાર થતો ટેમ્પા નં.ય્ત્ન-૨૬-્‌-૭૬૫૪ સ્લીપ થયો હતો. તેવા સમયે સ્લીપ થયેલો ટેમ્પો સરકીને પલ્ટી માર્યો હતો. જે અકસ્માતમાં બારડોલી દવાખાને આવેલ અને બારડોલીથી મહુવા તરફ આવતાં બાઇક સવાર પિતા-પુત્ર અડફેટે આવ્યાં હતાં. સર્જાયેલ ત્રીપલ અકસ્માતમાં પિતા- પુત્ર જય ભરતભાઈ દેસાઈ અને નટવરસિંહ દેસાઈનું ઘટના સ્થળે ગંભીર ઈજાઓ સાથે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને ઈજાઓ થઈ હતી. પરંતું સદનસીબે યુવાનનો આબાદ બચાવ થયો હતો.