સુરત ગ્રામ્યના બારડોલીમાં (સ્ટેટમોનીટરિંગ સેલ)ની ટીમને માહિતી મળી હતી કે એનએચ -૫૩, બારડોલીના તરણવાલા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી રકેટલાક શખ્સો નશીલા પદાર્થનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી.
જેમાં પોલીસે એક શખ્સકની ધરપકડ કરી હતી.તેની પાસેથી પોલીસે રૂ.૯૭,૫૭,૦૦૦ ની કિમતનો કોકેઈનનો ૯૩ ગ્રામ ૫૭૦ મિલીગ્રામનો જથ્થો તથા રૂ.૨૩,૨૮,૦૦૦ ની કિંમતનો બ્રાઊન હેરોઈનનો ૪૬ ગ્રામ ૫૬૦ મિલીગ્રામનો જથ્થો તથા અસ્પાર્ઝોની ૨૦ ટેબ્લેટ કબજે કરી હતી.
આ તમામ નશીલા પદાર્થની કુલ કિંમત રૂ. ૧,૧૬,૮૫,૦૮૬ નો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ઉત્તરપ્રદેશના અવનીશ એસ.પાઠકની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે.










































