બારડોલી પંથકમાંથી ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પણ એક નિવૃત્ત સરકારી કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. બારડોલીના તેન (ચાણક્ય પુરી)માં રહેતા નિવૃત્ત કર્મચારી અજયભાઈ ચાવડાને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેઓને કહેવામાં આવ્યું હતું કે, ‘મુંબઈમાં જેટ એર લાઇન્સમાં ૬૮૦ કરોડના ફ્રોડમાં તમારા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો છે. જેથી અમે એક બેન્ક એકાઉન્ટની વિગતો તમને મોકલીએ છીએ, તેમાં તાત્કાલિક પૈસા જમા કરાવો.’ જાકે આ વાત પર તેઓએ ધ્યાન ન આપ્યું.
જે બાદ બીજે દિવસે પણ આવી જ રીતે વોટ્‌સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જેમાં મુંબઈના કોલાબા પોલીસ મથકનું જેવું સેટઅપ ઉભુ કરાયું હતું અને ત્રણ વ્યક્તિઓ ફોનમાં વાત કરી રહ્યા હતા. જેમાંના એક વ્યક્તિએ પોતે સીબીઆઇના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે તથા અન્ય એક વ્યક્તિએ જજ તરીકે પોતાની ઓળખ આપી હતી. જેથી અજયભાઈ ગભરાયા હતા.
તેઓએ અજયભાઈને જણાવ્યું હતું કે, ‘તમારા નામે એક અરેસ્ટ વોરેન્ટ જાહેર થયું છે અને તમારુ એકાઉન્ટ ફ્રીઝ કરવાનો ઓર્ડર આવ્યો છે, હવે તમારો કેસ કોર્ટમાં ચાલશે, જા તમારે તાત્કાલિક જામીન જાઈતા હોય તો, અમે બેન્ક એકાઉન્ટની વિગતો મોકલીએ છીએ, તેમાં જામીન પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે.’ આટલું કહીને તેઓએ અજયભાઈને વિવિધ બેન્કોના લગભગ પાંચ એકાઉન્ટની વિગતો મોકલી હતી.
જાકે, અજયભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પણ એક નિવૃત્ત સરકારી કર્મચારી હોવા છતાં આ ઠગબાજાની વાતોમાં ફસાઈ ગયા હતા અને જામીન મેળવવાના બહાને વિવિધ બેન્કમાં આરટીજીએસ મારફતે અંદાજીત ૬૧.૩૦ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. આટલું જ નહીં, વધુ પૈસા પડાવવાની લાલચે આ ઠગ ટોળકી અજયભાઈને વારંવાર કોલ કરીને ધમકાવતી હતી. દરમિયાન એક સમયે અજયભાઈનો દીકરો તેમને કોલ પર વાત કરતા જાઈ ગયો અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો. જે બાદ તેણે પોતાના પિતાને હિંમત આપીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા લઈ આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા બારડોલી ડીવાયએસપી એચ. એલ. રાઠોડે જણાવ્યું કે, સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં અજયભાઈએ આઇટી એક્ટ અને મ્દ્ગજીની કલમો મુજબ એક ફરિયાદ દાખલ કરાવી છે, આ મામલો ડિજિટલ અરેસ્ટનો છે. સરકાર પણ આ બાબતે ખુબ જાગૃતિ ફેલાવી રહી છે. છતાં પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. જાકે હાલ અજયભાઈના કેસની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.