બાબા સિદ્દિકી નામના એક પૂર્વ ધારાસભ્યની હત્યા થઈ ગઈ અને ચેનલોએ એટલું ગ્લારિફાય કરવાનું ચાલુ કરી દીધું કે મહારાષ્ટ્ર સરકારે પણ તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપી. બાબા સિદ્દિકીની હત્યા થઈ છે તેમ જાણ થતાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી વગેરે ફિલ્મ કલાકારોએ તેમના ઘરની મુલાકાત લીધી. આ ફિલ્મ કલાકારો સ્વાર્થ વગર પોતાના જાતભાઈઓની સ્મશાનયાત્રામાં નથી જતા, તો પછી બાબા સિદ્દિકી એવા કયા મોટા નેતા હતા કે તેમની હત્યાનો શોક વ્યક્ત કરવા તેઓ પ્રત્યક્ષ ગયાં? આ માટે બાબા સિદ્દિકી, ઉર્દૂવુડ અને દાઉદ ગેંગની સાંઠગાંઠને ખોલવી પડશે.
દાઉદ ગેંગનું વર્ચસ્વ ૧૯૮૦ના ઉત્તરાર્ધમાં શરૂ થવા લાગ્યું હતું. શારજાહમાં અનિલ કપૂર, સંજય ખાન, મંદાકિની વગેરે ફિલ્મ કલાકારો દાઉદ ઇબ્રાહિમ પડખે બેસીને મેચ જોવામાં ગર્વ અનુભવતાં હતાં. દાઉદની પાર્ટીઓમાં નાચતાં-ગાતાં હતાં. ડિસેમ્બર ૧૯૯૨માં અયોધ્યામાં જર્જરિત ઢાંચો કારસેવકોએ તોડી પાડ્‌યો. આનો બદલો લેવા પાકિસ્તાનની આઈએસઆઈના સંકેત પર દાઉદ ઇબ્રાહિમે મુંબઈમાં માર્ચ ૧૯૯૩માં શ્રેણીબદ્ધ બામ્બ વિસ્ફોટ કરાવ્યા. આ જ સમયગાળામાં, દિવ્યા ભારતી નામની એક આશાસ્પદ અભિનેત્રીનું તેની પાંચમા માળે બાલ્કનીમાંથી પડી મૃત્યુ થયું. કહેવાય છે કે તેને તેના પતિ (તે વખતે દિવ્યાની આયુ કેવળ ૧૯ વર્ષની જ હતી. આટલી આયુએ યુવક કે યુવતી સ્નાતક થતાં હોય છે. અત્યારે તો આ વયે લગ્નની વાત કરીએ તો ગાંડા ગણવામાં આવે.) સાજિદ નડિયાદવાલાના દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધોની જાણ થઈ ગઈ હતી.
પરંતુ બાબા સિદ્દિકીની હત્યા પર રોકકળ કરનારી રુદાલી ગેંગ તે વખતે દિવ્યા ભારતી પર મૂંગી થઈને રહી ગઈ. તે પછી ૧૯૯૭માં પોતાની આૅડિયો અને વીડિયો કેસેટ દ્વારા અનેક હિન્દુ દેવી-દેવતાનાં ભજનો બહાર પાડનાર તેમજ કેસેટને સસ્તી બનાવનાર ગુલશનકુમારની હત્યા થઈ ગઈ. આ રુદાલી ગેંગ તે વખતે પણ મૂંગી રહી. એટલું જ નહીં, ગુલશનકુમારની હત્યાના મુખ્ય આરોપી નદીમ સૈફી (નદીમ-શ્રવણ) ભારત છોડી લંડન ભાગી ગયો. તે પછી પણ નદીમ-શ્રવણને આ ઉર્દૂવુડે ૩૭ ફિલ્મોમાં કામ આપી તેની પાછળ ઊભું રહ્યું, ગુલશનકુમાર પાછળ નહીં! આ નદીમના ચંગુલમાંથી પોતાની દીકરી પ્રતિભાસિંહાને છોડાવવા અભિનેત્રી માલાસિંહાએ બાળાસાહેબ ઠાકરેની મદદ લીધી હતી. આ પહેલાં માલાસિંહાએ પત્રકાર પરિષદ કરીને નદીમ પર અપહરણ અને બળાત્કારના આક્ષેપ કર્યા હતા.
એ પછી પ્રતિભાસિંહા પ્રતિભાવાન હોવા છતાં તેને કામ મળતું બંધ થઈ ગયું! ફિલ્મ ઉદ્યોગ ત્યારે પણ મૌન બનીને તમાશો જોતું રહ્યું હતું. ૧૯૯૭માં જ એક સફળ હિન્દુ નિર્માતા મૂકેશ દુગ્ગલની બાબા સિદ્દિકીની જેમ જ તેમની આૅફિસની બહાર જ હત્યા થઈ ગઈ. મૂકેશ દુગ્ગલે સફળ સંગીતમય ‘સાથી’ (તેનાં ગીતો આજે પણ જાણીતાં છે- તો સાથી કોઈ ભૂલા યાદ આયા, આજ હમ તુમ ઓ સનમ), દિવ્યા ભારતી-પૃથ્વીની સંગીતમય ‘દિલ કા ક્યા કુસૂર’, સુનિલ શેટ્ટીની બેવડી ભૂમિકાવાળી ‘ગોપીકિશન’ જેવી હિટ ફિલ્મો નિર્માણ કરી હતી. અબુ સાલેમની મદદથી મોનિકા બેદીએ તેની હત્યા કરાવી નાખી. પરંતુ ફિલ્મ જગત ત્યારે મૌન બની ગયું.
આ રીતે દાઉદ ગેંગનો કબજો હિન્દી ફિલ્મી જગત પર થતો ગયો. હિન્દુ અને હિન્દુવાદી નિર્માતા-નિર્દેશકો-અભિનેતાની હત્યા થતી રહી. રાકેશ રોશનને ત્યાં સુધી વાંધો ન આવ્યો, જ્યાં સુધી તેમણે તેમના દીકરા ઋત્વિક રોશનને લઈ ફિલ્મ ન બનાવી. ‘કહો ના પ્યાર હૈ’ સુપરડુપર હિટ થતાં, ત્રણેય ખાનનું સામ્રાજ્ય ભયમાં આવી ગયું. ૨૧ જાન્યુઆરી ૨૦૦૦એ એટલે કે ‘કહો ના પ્યાર હૈ’ની રિલીઝના એક અઠવાડિયામાં જ, રાકેશ રોશન પર જીવલેણ આક્રમણ કરાયું. ફિલ્મ ઉદ્યોગ ત્યારે પણ મૌન રહ્યું.
આ જ રીતે ‘ત્રિદેવ’, ‘વિશ્વાત્મા’, ‘ગુપ્ત’ વગેરે સફળ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક રાજીવ રાય પર જીવલેણ આક્રમણ થયું અને તેમને ભારત છોડી લંડન સ્થાયી થવું પડ્‌યું. આ ઉર્દૂવુડ ત્યારે પણ મૌન રહ્યું. અત્યારે જે ફિલ્મ કલાકારો છાશવારે કઠુઆ બળાત્કાર કે હમાસના ત્રાસવાદીઓના સમર્થનમાં ‘આૅલ આય્ઝ આૅન રાફા’ જેવા હેશટેગ સાથે કૂદી પડે છે કે મુંબઈમાં મેટ્રાના કામની વિરુદ્ધ પર્યાવરણવાદી બની જાય છે તેઓ ત્યારે મૌન થઈ ગયાં હતાં.
આ બધાના કારણે સંજય દત્ત, મહેશ માંજરેકર, સંજય ગુપ્તા, સલમાન ખાન, શાહરુખ ખાન વગેરેને મજા પડી ગઈ. આમીર ખાને બહુ સલુકાઈથી પોતાની જાતને આ બધાથી અળગી રાખવામાં (અંદરખાને જે હોય તે) સફળતા મેળવી. સંજય દત્તની અને સલમાન ખાનની તો આૅડિયો ટેપ બહાર આવી હતી.
‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ની અભિનેત્રી પ્રીતિ ઝિંટા એક માત્ર વીર અભિનેત્રી હતી જેણે દાઉદ ગેંગ સામે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું નહોતું. પરંતુ તેને ફિલ્મો મળતી બંધ કરી દેવાઈ. આ રીતે જેણે જેણે પાકિસ્તાન વિરુદ્ધ સ્વર બુલંદ કર્યો, તેને કામ મળતું બંધ થઈ ગયું. પછી તે અભિજીત ભટ્ટાચાર્ય હોય કે સોનુ નિગમ.
સલમાન ખાને ઐશ્વર્યા રાયનો સાથ આપવા માટે પ્રતિભાવાન અભિનેતા વિવેક ઓબેરોયની કારકિર્દી સમાપ્ત કરી દીધી. તેણે જાહેરમાં સ્ટેજ પર્ફાર્મન્સમાં સલમાનની કાન પકડીને ક્ષમા માગવી પડી. શાહરુખ ખાન અમિતાભ બચ્ચન સામે પડ્‌યો હતો. પરંતુ અમિતાભનું તપ જોરદાર છે. આભા જોરદાર છે. શાહરુખે ‘કેબીસી’ છિનવ્યું, અનેક જાહેરખબર છિનવી પરંતુ કંઈ ચાલ્યું નહીં. આમીર ખાન તો થૂકજિહાદ તાજેતરનાં વર્ષોમાં બહાર આવી તે પહેલાંના અનેક વર્ષોથી આ કરતો આવ્યો છે. અભિનેત્રી માધુરી દીક્ષિતથી માંડીને અનેક અભિનેત્રીઓના હાથ જોવાના બહાને તેમના હાથમાં થૂકતો. ‘જો જિતા વો હી સિકંદર’નાં કલાકારો ફરીથી ભેગાં થયાં ત્યારે આમીરે સગર્વ આ વાત કહી અને એવી શેખી મારી કે તે જેના હાથમાં થૂંકે છે તે અભિનેત્રી સફળ નિવડે છે! બોલો! અને ત્યાં ઉપસ્થિત કલાકારોએ તેની વાતને વધાવી લીધી. મીડિયાએ પણ કોઈ હોબાળો ન કર્યો.
આ ખાન કલાકારોએ કોઈ પ્રતિભાવાન અને આપબળે આગળ વધવા માગતા હિન્દુ કલાકારને આગળ આવવા નથી દીધો. નીલ નીતિન મૂકેશ એ ગાયક મૂકેશનો પૌત્ર અને તેવા જ સરસ ગાયક નીતિન મૂકેશનો પુત્ર થાય. શાહરુખ ખાને એક એવાર્ડ સમારંભમાં નીલ નીતિન મૂકેશનું તેના નામ માટે અપમાન કર્યું કે તેને ત્રણ નામ છે! અરે ડફોળ! નીલ બીજા અભિનેતા જેવો નથી જે પોતાનું નામ જ રાખે કે નામ બદલી નાખે. નીલ તેનું નામ છે, નીતિન તેના પિતાનું અને મૂકેશ એ તેના દાદાના નામ પરથી અપનાવેલી અટક છે. એમ તો સલમાન ખાનનું આખું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે, આમીર ખાનનું પૂરું નામ મોહમ્મદ આમીર હુસૈન ખાન છે. નામનો ઉપહાસ હોય?
આ રીતે દાઉદના વર્ચસ્વમાં કડીરૂપ હતો બાબા સિદ્દિકી. પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી પી. કે. જૈનનું કહેવું છે કે બાબા સિદ્દિકીની હત્યા સલમાન ખાન સાથેની મિત્રતાના કારણે નથી થઈ. સ્લમ રિહેબિલેશન આૅથારિટી (એસઆરએ)ના પ્રાજેક્ટ બાબા સિદ્દિકીને નહોતા મળ્યા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા અને વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ એસઆરએના રૂ. ૩,૦૦૦ કરોડના સંત જ્ઞાનેશ્વર પ્રાજેક્ટને સંભાળતા હતા, આ વાત બાબા અને તેના દીકરા જિશાનને રુચિકર નહોતી. આથી જિશાન કેટલાક લોકોને લઈ ત્યાં ધમકી આપવા ગયો હતો. આથી જિશાન સામે એસઆરએસના કામમાં અડચણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. ઝી ન્યૂઝના રિપાર્ટ મુજબ, બાબા સિદ્દિકી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોને બાંદ્રા અને મુંબઈમાં વસાવવામાં ચાવીરૂપ હતો. આ રીતે પોતાની મત બૅંક ઊભી કરી રહ્યો હતો. ૨૦૨૪ની શરૂઆત સુધી તે કાંગ્રેસમાં હતો.
લાંબા સમયથી અંધારી દુનિયા અને મુંબઈ અપરાધને કવર કરતા વરિષ્ઠ પત્રકાર બાલકૃષ્ણન મુજબ, ડેપ્યૂટી કમિશનર અરુપ પટનાયકે જ્યારે માહિતી મળતાં એક ગાડીનો પીછો કર્યો હતો તો જાણવા મળ્યું કે તેમાં ડ્રગ માફિયા ફિલ્લૂ ખાન છે. તેને પકડવામાં આવ્યો તો બાબા સિદ્દિકીનું નામ ઉભરીને આવ્યું હતું. (ગૂગલમાં ફિલ્લૂ ખાન વિશે શોધ કરશો તો માહિતી મળશે જ નહીં. ગૂગલ આ લોકોને સંપૂર્ણ શરણાગત થઈ ગયું છે.) દાઉદના નજીકના ગુંડા ઇકબાલ મિર્ચીના મની લાન્ડરિંગ કેસમાં બાબા સિદ્દિકીના સાળા રણજીત બિન્દ્રાનું નામ આવ્યું હતું. હા, બાબા સિદ્દિકીએ હિન્દુ અલકા બિન્દ્રા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ તેને નામ અને પંથ બદલી શેહઝાન કરવા ફરજ પાડી હતી.
બાબા સિદ્દિકી પોતે ૨૦૦૦થી ૨૦૦૪ દરમિયાન કાંગ્રેસ-એનસીપીની સરકાર વખતે મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ આૅથારિટીના અધ્યક્ષ રહ્યા હતા. તે સમયે તેમના પર પદના દુરુપયોગના ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે એક કંપનીને લાભ કરાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આ કંપની પડદા પાછળ બાબા સિદ્દિકીની જ હતી. ૨૦૧૮માં ઇડીએ બાબા સિદ્દિકીની રૂ. ૪૬૨ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. એક સામાન્ય ધારાસભ્ય પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી તે પ્રશ્ન બાબા સિદ્દિકીની હત્યા પછી કોઈએ પૂછ્યો જ નહીં!
બાલકૃષ્ણન મુજબ, બે બિઝનેસમેન, જે એક સમયે બાબા સિદ્દિકીની બહુ નિકટ હતા, તેમને બાબા સાથે પૈસા અંગે મતભેદ થયા હતા. બાબા પૈસા પાછા આપતો નહોતો. આથી તેમણે દાઉદને કામ સોંપ્યું. દાઉદે છોટા શકીલને અને છોટા શકીલે ૪૦-૫૦ ફાન કર્યા હતા. દિલ્લીમાં આ જાણ થઈ. ગૃહ મંત્રાલયે તેમને બોલાવ્યા અને પૂછ્યું કે તમને ધમકીના આટલા ફાન કેમ આવે છે? તમારા પ્રાણ પર સંકટ છે તો તમે ફરિયાદ કેમ નથી કરતા? બાબાએ સત્તાવાર ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. કેમ? દાઉદનો ભય? કે બીજું કંઈ?
બાબા સિદ્દિકી પાસે એવો કયો જાદુ હતો કે કેટરીના કૈફના મુદ્દે એકબીજા સાથે શારીરિક મારામારી કરનાર શાહરુખ ખાન અને સલમાન ખાન બાબા સિદ્દિકી બોલાવે એટલે તેમની ઇફ્‌તાર પાર્ટીમાં જાય અને ત્યાં એવો કયો મંત્ર તેમણે બંનેના કાનમાં ફૂંક્યો કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું? એ હદે સમાધાન થયું કે પછી બંને એકબીજાને પ્રમાટ કરવા લાગ્યા. સલમાન ખાન શાહરુખની ફિલ્મ ‘પઠાણ’ ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરવા લાગ્યો!
પૂર્વ પોલીસ અધિકારી પી. કે. જૈનના કહેવા પ્રમાણે, દાઉદના પૈસા ફિલ્મોદ્યોગ, રિયલ એસ્ટેટ, હીરા ઉદ્યોગ, શેરબજારમાં બાબા સિદ્દિકી જેવા લોકોના માધ્યમથી જતા હતા. ‘ઝી ન્યૂઝ’ના રિપાર્ટ મુજબ, બાંદ્રા કે તેની આસપાસ બિલ્ડરને કોઈ પ્રાજેક્ટ કરવો હોય તો બાબા સિદ્દિકીની અનુમતિ વગર તે શક્ય નહોતું. આવા વ્યક્તિને મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ-અજિત પવાર સરકાર રાજકીય સન્માન આપે, જે સન્માન દેશ માટે વીરગતિ પામનારને મળતું હોય?
અને બાબા સિદ્દિકી પહેલી રાજકીય વ્યક્તિ નથી જેની હત્યા મહારાષ્ટ્ર-મુંબઈમાં થઈ હોય. ૧૯૯૦ના દાયકામાં શિવસેનાના (હિન્દુવાદી બાળ ઠાકરેના હાથમાં હતી) નેતા વિઠ્ઠલ ચૌહાણથી માંડીને ભાજપના નેતા રામદાસ નાઇકની હત્યા થઈ ચૂકી છે. વાસ્તવમાં મુંબઈમાં રાજકીય હત્યાઓનો ક્રમ ૧૯૭૦માં સીપીઆઈના નેતા કૃષ્ણ દેસાઈની હત્યાથી ચાલુ થયો હતો. ૧૯૯૨માં શિવસેનાના નેતા વિઠ્ઠલ ચૌહાણ, ૨૯ મે ૧૯૯૩ના દિને શિવસેનાના નેતા રમેશ મોરે, ૩ જૂન ૧૯૯૩એ ભાજપના નેતા પ્રેમકુમાર શર્મા, ૧૯૯૪માં મુસ્લિમ લીગના નેતા ઝિયાઉદ્દીન બુખારી, ૧૬ જાન્યુઆરી ૧૯૯૭એ યુનિયન લીડર દત્તા સામંતની હત્યા થઈ હતી.
એટલે બાબા સિદ્દિકીની હત્યા નવી નવાઈ નથી. સંપત્તિનો ઝઘડો કારણભૂત હતો કે સલમાન ખાન સાથેની નિકટતા તે ક્યારેય બહાર નહીં આવે, આ હત્યા દાઉદે બે બિઝનેસમેનના પૈસા ઓળવી જવા માટે તો નથી કરાવીને તે પણ બહાર નહીં આવે પરંતુ અનિલ પરબ સાથેની લડાઈને સાવ ભૂલાવી દઈ લારેન્સ બિશ્નોઈના માથે આ અપરાધ લગાવી દેવો બધાને ફાવતું જડે તેવું છે. હિન્દુવાદીઓ ખુશ છે કે દાઉદના સ્થાને પહેલી વાર કોઈ હિન્દુ ગુંડો દેશવિરોધીને નિશાન બનાવી રહ્યો છે. સલમાન ખાનને ગેલેક્સીના પોતાના ભડંકિયામાં છુપાઈ જવું પડ્‌યું છે. કેટલાક ઘોડિયામાંથી બહાર આવવા હાથપગ ઊછાળી રહેલાઓ પૂછી રહ્યા છે કે લારેન્સને અમદાવાદની સાબરમતી જેલમાં કેમ રાખ્યો છે? અરે ભાઈ! એણે જ કર્યું છે કે નહીં, પહેલાં જાણો તો ખરા. બસ, તમે ઘોડિયામાં છો અને તમને કોઈએ ચૂસણિયું આપી દીધું તે ચૂસ્યા રાખો છો. તમે હવે ઘોડિયામાંથી બહાર આવો. સ્વતંત્ર બુદ્ધિથી વિચારતા થાવ. દિલ્લી કે મુંબઈના પાંચ-સાત પત્રકારોએ આપેલા એંગલથી દિલ્લી-મુંબઈની પાંચ-સાત ચેનલો ચલાવે અને એટલે આખું મીડિયા હઈશો હઈશોમાં જોડાય તેમ ન જોડાઈ જાવ. jaywant.pandya@gmail.com