યોગ ગુરૂ બાબા રામદેવ સોશલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે અને તમામ સામાજિક રાજનીતિક મુદ્દા પર પણ પોતાનો મત આપતા રહે છે.આ ક્રમમાં તેમણે દક્ષિણના બહુચર્ચિત પદ્મનાથ મંદિરના ખજોનાનો ઉલ્લેખ કરી લખ્યું કે આજે પણ આટલા વિદેશી આક્રમણો વિદેશી લુંટ છતાં ભારતના ફકત એક પદ્મનાથ મંદિરમાં લગભગ બે લાખ કરોડનો ખજોનો ઉપલબ્ધ છે.આપણો આટલો સમૃધ્ધ ગૌરવશાળી ભારત ગરીબ અભણ અવિકસિત કેવી રીતે હોઇ શકે છે.
રામદેવે આગળ સવાલ કર્યો કે શું કયારેય જ્ઞાન શિક્ષણ વિના ટેકનોલોજી અને સ્કિલ વિના કોઇ ઉદ્યોગ વ્યાપર સંભવ છે.તેમણે તાજેતરના અનેક દાયકાના જીડીપી આંકડાનો ગ્રાફ સંયુકત કર્યો જેમાં અમેરિકા,વેસ્ટ યુરોપ ચીન મિડિલ ઇસ્ટ અને ઈન્ડિયાના જીડીપીની સરખામણી કરવામાં આવી હતી આ ગ્રાફને સંયુકત કરતા યોગ ગુરૂએ લખ્યું કે ઇતિહાસમાં આપણી સમૃદ્ધિ આપણા પૂર્વજ અત્યંત મહાન હતાં આપણાં શિક્ષણમાં આપણે આપણા અતીતના ગૌરવનો સમાવેશ કરવાનો છે.
યોગ ગુરૂના આ ટ્‌વીટ પર સોશલ મીડિયા યુઝર્સ અનેક રીતની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતાં અજયસિંહ મહેરા નામના યુઝરે લખ્યું કે આ જ્ઞાન ૨૦૧૪ બાદ આવ્યું છે કે શું બાબા.કયાં ગયા તમારા કાળા નાંણા,૩૫ રૂપિયા લિટર પેટ્રોલ અને ૩૦૦ રૂપિયે ગેસ સિલિન્ડર અંતમાં પતંજલિનો ગ્રાફ પણ ટ્‌વીટ કરવાનું ભુલતા નહીં. આ ઉપરાંત રવિ ભારદ્વારે લખ્યું કે કાળું નાણું કયાં ગયું મોંધવારી ઓછી થઇ નથી ટેકસ કેમ આપી રહ્યાં છે લોકો જયારે આપની સરકાર છે તો હવે તમારા મંચથી કાળા નાણાંની બાબતમાં લોકોને કેમ બતાવતા નથી
અખિલેશ કુમાર નામના એક યુઝરે લખ્યું કે બાબાજી લુંટ તો તમારી કંપનીના કર્મચારીઓએ મચાવી રાખી છે. બિસ્કિટટ ડિવીજનમાં મારા સારા એવા કમીશનના પૈસા પચાવી પાડયા કોઇ હિસાબ નથી રાજેશ નામના યુઝરે લખ્યું કે બાબાજી તમે રહેવા દો.ટુથપેસ્ટ જેવી વસ્તુમાં રોકેટ સાઇસ નથી તમારા જેવા વ્યાપારીઓ વસ્તુઓ મોંધી કરી દો છો.એક યુઝરે પુછયું કે તે કોરોનિલ વાળા કેસનું શું થયું
એક યુઝરે ટીપ્પણી કરી કે મહાશય તમે બુદ્ધિશાળી લાગો છે શું તમે બતાવશો કે આ સવાલ તમારા જેવા લોકોએ વડાપ્રધાનથી કેમ કર્યો નથી જો પુછયો હોત તો આજે સ્થિતિ અલગ હોત.એક યુઝરે લખ્યું કે શું તમારી નજર મંદિરના ખજોના પર છે કે શું