શ્રી પોસ્ટ બેઝીક હાઈસ્કૂલ, બાબાપુર ખાતે ૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નિવૃત્ત શિક્ષિકા સરોજબેન તેમજ અધ્યાપન મંદિરના બહેનોનો શુભેચ્છા અને સન્માન સમારોહ ગરિમાપૂર્ણ રીતે યોજાઈ ગયો. આ પ્રસંગે ગુજરાતના ખ્યાતનામ બાળરોગ નિષ્ણાંત અને લેખક ડો. આઈ.કે. વીજળીવાળા, જાણીતા શિક્ષણવિદ ડો. વસંતભાઈ પરીખ, ડો. કાલિન્દીનીબેન પરીખ તથા સંસ્થાના નિયામક મંદાકિનીબેન પુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો. આઈ.કે. વીજળીવાળા અને ડો. વસંતભાઈ પરીખે પણ પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હિમાંશુભાઈ જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું અને અમીબેને આભાર વિધિ કરી હતી. આ સમારોહમાં સંસ્થાના જૂના કાર્યકરો, ગ્રામીણ વડીલો અને શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.