બાબાપુર શાળાના આચાર્ય સામેનો વિવાદ શમવાનું નામ લેતો નથી. આચાર્ય વિરૂધ્ધ જાગૃત નાગરિકોએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કર્યા બાદ હવે શાળાની શિક્ષિકાઓએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શિક્ષિકાઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, અમો બાબાપુર પ્રાથમિક શાળાની નીચે સહી કરનાર શિક્ષિકા બહેનો જણાવીએ છીએ કે, બાબાપુરના આચાર્ય દ્વારા તા. ૧પ-૧ર-ર૦ર૧ની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી દ્વારા અને પ્રેસ આઉટ દ્વારા… મારે ઝેર ખાઇને જીવન ટૂંકાવવું પડશે અને અને અમરેલી જિલ્લામાં ચોક્કસ જ્ઞાતિનો જ્ઞાતિવાદ ખૂબ ખરાબ રીતે વકરી રહ્યો છે એવું કહેનાર આ આચાર્ય પોતાના પ્રત્યે સહાનુભૂતિ ઉભી કરવા આવા નાટકો કરે છે. આ આચાર્યએ પોતાના ૩પ વર્ષના નોકરીના સમયમાં ક્યારેય શિક્ષણકાર્ય કરાવ્યું નથી. ર૦૧૦થી બાબાપુરમાં આચાર્ય તરીકે નિષ્ઠાથી નોકરી કરૂં છું એવું કહેનાર આ આચાર્યએ છેલ્લા ૧૦ વર્ષથી નહીં પણ જીવનમાં ક્યારેય બાળકોને ભણાવ્યા જ નથી. તેણે બાળકોને ભણાવ્યાં હોય તેવો એક પણ પુરાવો શાળામાં નથી. હાલમાં ભણતા કે ભણીને શાળા છોડી ગયેલ આ ગામના કોઇ પણ વિદ્યાર્થીને પૂછીને ખાતરી કરી શકાય છે. તેમજ અમો આ આચાર્યના ત્રાસનો ભોગ બનનાર અને આ આચાર્ય વિરૂધ્ધ ફરિયાદ કરનાર ત્રણ બહેનો પૈકી એક બહેન હું શ્રી સુમિતાબેન ઠાકર બ્રાહ્મણ જ્ઞાતિની જ શિક્ષિકા બહેન છું. તો પછી કઇ રીતે જ્ઞાતિવાદ કર્યો કહેવાય?
અરે સાહેબ બિન પટેલ અધિકારી દ્વારા તપાસ કરાવી ન્યાયની માંગણી કરનાર આ આચાર્ય ભદ્રેશ દવે ભૂલી ગયા છે કે અમો શ્રી સુમિતાબહેન ઠાકર, શ્રી હિરલબેન ભુવા, શ્રી આશાબેન કોરડીયા અમારી અરજીમાં જાડેલા પુરાવા જ એટલા પુરતા છે કોઇપણ અધિકારીની તપાસ વગર તેને ડિસમિસ કરી શકાય છે. અમારી તા. ર૦/૧૧/ર૦ર૧ની આપ સાહેબને કરેલ અરજીમાં જાડેલ પુરાવામાં શિક્ષક હાજરી પત્રકમાં ૦૩/૦૯/ર૦ર૦થી રપ/૦૯/ર૦ર૦ સુધી દિવસ ર૩ તથા ૦૯/૦૮/ર૦ર૧ થી ૧૮/૦૮/ર૦ર૧ સુધી દિવસ ૧૦ આ આચાર્યના સહીના ખાના ખાલી છે અને અન્ય શિક્ષકોની સહી કરેલી છે તેવી ઝેરોક્ષ જાડેલ છે. આ ખાના ખાલીમાં હાલ આ આચાર્યની સહી કરેલી છે. ભ્રષ્ટાચાર અને અનિયમિતતાનો આનાથી મોટો પુરાવો ક્યો હોય શકે? આપ સાહેબને નમ્ર વિનંતી કે આ એક પુરાવો જ આ બદમાશ આચાર્યને સજા કરવા માટે પુરતો છે. તો આપ સાહેબે હજુ સુધી આ બાબતે તપાસ કરીને સજા કેમ નથી કરતાં?
આ ગુલટીબાજ આચાર્ય શિક્ષણ જગતનું કલંક છે. જે બીજા નિષ્ઠાથી કામ કરતા શિક્ષકોની છાપ પણ ખરાબ કરે છે. ચાલુ શાળામાં નશાકારક પદાર્થ લેવો, ચાલુ શાળામાં ચારપાઇ (ખાટલો) રાખીને સૂઈ જવું, એ.સી. ઓફિસમાં આખો દિવસ બેઠા રહેવું. આ બધી જ તમામ બાબતો ગામના તમામ લોકો અને ભણતા અને ભણી ગયેલા તમામ બાળકો તથા સ્ટાફ જાણે છે. આપ સાહેબ ગામ લોકોની મુલાકાત લઇ ઉપરોક્ત તમામ બાબતની યોગ્ય તપાસ કરશો તો આ સિવાયની અનેક બાબતો જાણવા મળશે. અગાઉની આ આચાર્યની નોકરી દરમિયાન પણ તેના વિરૂધ્ધ ફરિયાદો થયેલ છે. આ આચાર્યએ અગાઉ જે જે ગામમાં નોકરી કરી છે તે ગામમાં પણ તપાસ કરતાં માલુમ પડશે કે આ ગુલ્ટીબાજ આચાર્ય ક્યારેય નોકરીએ ગયો જ નથી. માત્ર બાહ્ય પરિચર સુંદર રાખવું અને લોકોને પ્રભાવિત કરવા જેવી પ્રયુÂક્ત કરીને વાહ વાહ અને શાબાશી મેળવેલ છે.
ગાંધીનગરના શિક્ષણ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે આ આચાર્યને નજીકનો સંબંધ છે જેના કારણે આ આચાર્ય પોતાની નોકરીમાં બેફામ બનેલ છે. ગામના લોકોને બેફામ ગાળો દઇ પોતે જ આ ઓડિયો Âક્લપ ગામના વાલીઓના ગ્રુપમાં વાયરલ કરે છે. હું તેમની સ્ટાફની બહેન સુમિતાબેન એચ. ઠાકર, મારા પતિને ફોનમાં ગાળો અને ધમકી આપી, આચાર્યએ પોતે જ ઓડિયો ક્લિપ વાયરલ કરેલ છે. જેના પુરાવા આપ સાહેબને ગામના સરપંચશ્રી અને સ્ટાફ બહેનોની અરજીમાં જાડેલ છે. તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ બદમાશ આચાર્ય સામે તાત્કાલિક પગલા લઇ તેને ડિસમિસ કરો. તેમજ આ શાળાના વિજ્ઞાન શિક્ષક હું હિરલબેન પી. ભુવા શરૂઆતની મારી નોકરીમાં મને કાબુમાં લેવા, મારૂં યૌન શોષણ કરવા આ બદમાશ આચાર્યએ વિજ્ઞાન રૂમમાં જ્યાં તે પોતે ખાટલો (ચારપાઇ) રાખી સુતો ત્યાં જ ફરજિયાત આવવા અને પ્રયોગ શાળામાં જ પ્રયોગ કરવા ફરજ પાડી હતી. હું તેના કાબુ ના આવેલ હોય યેનકેન પ્રકારે મને ત્રાસ આપવા પ્રયત્ન કરેલ છે.
આ આચાર્યની તાલુકા બહાર બદલી કરી આપ સાહેબ તટસ્થ તપાસ કરશો તો બાબાપુર પેટા શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના વાલીઓ અને બાળકો આ આચાર્યના અનેક કરતૂતો, ભ્રષ્ટાચાર, વ્યાભિચાર વિશે ઘણુ બધુ જાણવા મળશે. આખી નોકરી દરમિયાન હાથમાં ચોક ના લેનાર, માસૂમ ગરીબ બાળકોનું ભવિષ્ય બગાડનાર આ આચાર્ય પોતાના બચાવમાં જ્ઞાતિવાદની ભ્રામક રજૂઆતો અને વાતો વહેતી કરે છે. પોતે બચવા માટે હવાતિયાં મારે છે. આપ સાહેબ પ્રામાણિક અને સરળ અધિકારી છો. આવા કામચોર અને બદમાશ શિક્ષકને બદલી જેવી હળવી સજા કરશો તો આપ કુદરતના ગુનેગાર બનશો અને અમારે નાછૂટકે આ આચાર્ય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે. આપ સાહેબ જેવા સરળ અને પ્રામાણિક અધિકારી હોવા છતાં કોર્ટમાં જવાની ફરજ પડશે.