અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વાઇડનિંગ તથા માટી મેટલ કામ માટે રજૂઆત કરવામાં આવતા અમરેલી જિલ્લાના પંચાયત હસ્તકના બાબાપુર તરવડા મેડી સરંભડા રોડ – (૮.૩૦ કિમી)ને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વાઇડનિંગ, માટીકામ, મેટલકામ, સી.સી., સી.ડી. વર્ક અને ડામરકામ માટે અંદાજીત ૮૫૦ લાખ મંજૂર કરી નવો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. આ રોડની હાલની પહોળાઈ ૩.૭૫ મી હતી જેને હવે વાઈડનિંગ કરીને ૫.૫૦ મી કરવામાં આવશે. સદર રોડનો જોબ નંબર ફાળવવામાં આવતા કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો છે.