અમરેલી તાલુકાના બાબાપુર-તરવડા રોડની અતિ બિસ્માર હાલતમાં હોય, આ રોડને રિસરફેસિંગ કરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી દ્વારા માર્ગ-મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ રોડ બિસ્માર હોવાથી રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેથી રોડને ત્વરીત રિસરફેસિંગ કરવામાં આવે.