વિશ્વ વન્ય પ્રાણી દિવસ નિમિત્તે રાજ્યભરમાં દરેક જિલ્લામાં વનવિભાગ દ્વારા વિશ્વ વન્યપ્રાણી દિવસની ઉજવણી કરાઈ રહી છે. શેત્રુંજી ડિવિઝન ડીસીએફ જયન પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકાના બાબાપુર ગામ નજીક આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે લીલીયા રેન્જ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લીલીયા રેન્જ આરએફઓ સહિત ફોરેસ્ટ સ્ટાફ કર્મચારીઓ દ્વારા વન્યપ્રાણીઓનું કેટલું મહત્વ હોય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.