અમરેલી-બગસરા હાઈવે પર આવેલ બાબાપુર ખાતે રામ મઢી દ્વારા જલઝીલણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી. ભક્તજનો શ્રદ્ધા અને ભાવનાથી જોડાયા હતા તથા જલઝીલણ વિધિમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. ધાર્મિક વાતાવરણમાં ગુંજતા ભજન-કીર્તન અને આરતીથી કાર્યક્રમ વધુ ભવ્ય બન્યો હતો.