અમરેલીના બાબાપુરમાં રહેતી એક પરિણીતાને તેના પતિએ થોડા દિવસ બાદ પિયર જવાનું કહેતા લાગી આવ્યું હતું. જેના કારણે ઝેરી ટિકડા પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે એસ.ટી.માં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં પ્રતાપભાઈ નાનુસિંહ પરમાર (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની સોનલબેનને પિયર જવું હતું. જેથી તેમણે થોડા દિવસ પછી જવાનું કહેતા તેને લાગી આવ્યું હતું અને અનાજમાં નાંખવાની ઝેરી ટિકડી ખાઇ લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થયું હતું. પરિણીતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ
ગયો હતો.