પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમની તુલના વિરાટ કોહલી કે રોહિત શર્મા સાથે થઈ શકે છે, પરંતુ તે ન તો હવે તેમની બરાબરી કરી શકે છે અને ન તો ભવિષ્યમાં ક્્યારેય કરી શકશે તેવું લાગે છે. પરિસ્થિરતિ હવે એવી સ્થિરતિમાં પહોંચી ગઈ છે કે તેની ક્રિકેટ કારકિર્દી જાખમમાં મુકાઈ ગઈ છે. જા આવું જ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં બાબર આઝમ માત્ર ૩૧ વર્ષની ઉંમરે ક્રિકેટની બહાર થઈ જશે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની બીજી મેચમાં બાબર આઝમ સસ્તામાં આઉટ થયો હતો, જેનાથી ફરી પ્રશ્નો ઉભા થયા છે.પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફૈસલાબાદમાં રમાઈ રહેલી બીજી વનડે મેચમાં, બાબર આઝમે આઉટ થયા પહેલા ૧૩ બોલમાં ૧૧ રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે કોઈ ચોગ્ગા કે છગ્ગા ફટકાર્યા ન હતા. અગાઉ, આ જ શ્રેણીની પહેલી મેચમાં, બાબર આઝમ સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પહેલાં પણ, દક્ષિણ આફ્રિકા સામેની ટી૨૦ શ્રેણી દરમિયાન, બાબર આઝમે ફક્ત એક અડધી સદી, ૬૮ રનની ઇનિંગ રમી હતી અને તે મેચમાં પણ નિષ્ફળ ગયો હતો. હવે,વનડે શ્રેણીના પરિણામો નજર સમક્ષ છે. દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં પણ, બાબર આઝમ ફક્ત એક અડધી સદી ફટકારી શક્્યો હતો. આનો અર્થ એ છે કે તે દરેક રન માટે સંઘર્ષ કરી રહ્યો છે.બાબર આઝમ તાજેતરમાં જ ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન હતા, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેમને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમને થોડા સમય માટે ટી ૨૦ ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ પાછા ફર્યા છે, અને તેમનું પ્રદર્શન એવું જ રહ્યું છે.બાબર આઝમ માત્ર ૩૧ વર્ષનો છે. તેમણે ૨૦૧૫ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ હવે, માત્ર ૧૦ વર્ષ પછી, તેમની કારકિર્દીનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. હવે જાવાનું એ છે કે બાબર આઝમ રન બનાવવાનું ચાલુ રાખે છે કે પીસીબી તેમના અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે છે કે નહીં. એકંદરે, બાબર આઝમના ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ ગઈ છે









































