બાબર આઝમ હવે વનડે અને ટી૨૦માં પાકિસ્તાનનો કેપ્ટન નહીં હોય. તેણે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ બીજી વખત છે જ્યારે બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટન્સી છોડી હોય. બાબર આઝમે અડધી રાત્રે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની કેપ્ટનશીપ છોડવાની માહિતી શેર કરી હતી. બાબરે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે, જેથી તે પોતાની બેટિંગ અને રમત રમવા પર ધ્યાન આપી શકે. તેણે કહ્યું કે એક ખેલાડી તરીકે તે ટીમમાં યોગદાન આપતો રહેશે.
જોકે, બાબર આઝમે ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ બાદ જ તરત જ પાકિસ્તાનની કેપ્ટન્સી છોડી દીધી હતી. પરંતુ, ત્યારબાદ આ વર્ષે એપ્રિલમાં, પીસીબીએ તેને સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે રાખવાનો નિર્ણય લીધો હતો. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાન આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ પણ રમ્યું હતું. હવે બાબર આઝમે પાકિસ્તાનની કેપ્ટન્સીમાંથી સંપૂર્ણ રીતે રાજીનામું આપી દીધું છે.
બાબર આઝમે સુકાની પદ છોડવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર જાહેર કર્યો, જેમાં તેણે આ નિર્ણય શા માટે લઈ રહ્યો છે તે પણ જણાવ્યું. બાબર આઝમે ચાહકોને પોતાના સંદેશમાં લખ્યું છે કે મેં તાત્કાલિક અસરથી કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. મને કેપ્ટનશિપમાંથી ઘણું શીખવા મળ્યું. પરંતુ, હવે મને લાગે છે કે મારા માટે કેપ્ટનશિપ છોડવાનો આ યોગ્ય સમય છે. બાબર આઝમે સુકાનીપદ છોડવાના કારણો વિશે પણ જણાવ્યું. તેણે લખ્યું કે તે હવે તેની બેટિંગ અને રમત રમવા પર ધ્યાન આપવા માંગે છે. આ માટે તેણે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે પ્રશંસકોને કહ્યું કે હવે તે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપવા માંગે છે.
બાબર આઝમે અડધી રાત્રે પાકિસ્તાનની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી ત્યારે ભારતમાં રાતના આશરે ૧૨ વાગ્યાથી વધુ સમય હતો. હાલમાં પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેનું નેતૃત્વ શાન મસૂદ કરશે. પરંતુ, બાબર આઝમના રાજીનામા બાદ હવે પીસીબી સામે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે સફેદ બોલ ક્રિકેટમાં આગામી કેપ્ટન કોણ હશે?