બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ ટી ૨૦ વર્લ્ડ કપમાં અમેરિકાએ બાબર આઝમની આગેવાની હેઠળના પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટમાં સતત ફેરબદલનો સમય ચાલી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાનના કેપ્ટન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી બાસિત અલીએ કેપ્ટન્સી પર મોટું નિવેદન આપ્યું છે. બાસિત અલીનું માનવું છે કે મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવો જોઈએ.
બાસિત અલીએ કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવા પર વિચાર કરવો જોઈએ. તેણે કહ્યું કે મોહમ્મદ રિઝવાન વિકેટકીપર હોવાના કારણે પીચને સારી રીતે સમજી શકશે, પરંતુ બાબર આઝમ આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેથી જો મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવામાં આવશે તો પાકિસ્તાનને ફાયદો થશે. બાસિત અલીનું કહેવું છે કે મોહમ્મદ રિઝવાને જે રીતે ડોમેસ્ટીક મેચોમાં કેપ્ટનશિપ કરી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેના કરતાં વધુ સારી કેપ્ટનશીપનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
બાસિત અલી વધુમાં કહે છે કે વિકેટકીપર તરીકે મોહમ્મદ રિઝવાન પીચને સમજે છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બાબર આઝમ પિચને સમજવામાં નિષ્ફળ રહ્યો છે. જો કે, હું શાન મસૂદ વિશે વાત નથી કરી રહ્યો, પરંતુ મારું માનવું છે કે જો આ સમયે મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવામાં નહીં આવે તો તે પાકિસ્તાન ક્રિકેટને નુકસાન થશે. મારું માનવું છે કે મોહમ્મદ રિઝવાનને કેપ્ટનશિપ મળવી જોઈએ. તે જ સમયે, જા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બાબર આઝમની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને વનડે અને ટી૨૦ ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.