અમરેલી જિલ્લામાં કુલ ૩ સ્થળેથી ૨૦ લીટર દેશી દારૂ ઝડપાયો હતો. જેમાંથી બાબરીયાધાર ગામેથી ૧૨ લીટર, સાવરકુંડલામાંથી ૬ લીટર તથા વિકટરમાંથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. નાગેશ્રી ગામે છેલ્લી પાટીમાંથી ૨, ચલાલા અને લાઠીમાંથી ૧-૧ મળી કુલ ૪ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.