રાજુલાના બાબરીયાધારમાં રહેતા કિશોરભાઈ પરમારે વિક્રમભાઈ ભાભલુભાઈ વાઘોશી તથા કનુભાઈ ભગુભાઈ વાઘોશી સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બે વર્ષ અગાઉ તેમણે વિક્રમભાઈ વાઘોશીની જમીન ભાગવી રાખી હતી ત્યારે તે તેમની પત્નિને ખરાબ નજરથી જોતો હતો. જેથી તેની સાથે માથાકૂટ થતાં સંબંધ કાપી નાંખ્યા હતા. આરોપી અને ફરિયાદી ભેંસોનો ધંધો કરતા હતા તેથી કિશોરભાઈ તમામ ભેંસો વિક્રમભાઈને આપી દીધી હતી અને તેના બદલામાં પાંચ લાખ રૂપિયા લેવાના થતાં હતા. જે અંગે તેઓ ઉધરાણી કરતાં આરોપીઓને સારું નહોતું લાગ્યું અને અગાઉની માથાકુટનું મનદુઃખ રાખી તેમનો દિકરો સંજયભાઇ બાઇક લઇને પસાર થતો હતો ત્યારે તેને રોકી છાતી, ગળા તેમજ પેટના પડખાના ભાગે આડેધડ છરીના ઘા મારતાં સ્થળ ઉપર મોત થયું હતું. દિકરાના મોતથી પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.