રાજુલા તાલુકાના બાબરીયાધાર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આહિર સમાજનો ૧૪મો લગ્નોત્સવ યોજાયો હતો. લગ્નોત્સવના આયોજક ભોળાભાઇ લાડુમોર રહ્યા હતા. તેમણે ૬૯ દીકરીઓનું કન્યાદાન કર્યું હતું.
આ તકે બાબરીયાધાર અને આહિર સમાજનું ગૌરવ એવા પીઆઇ હસમુખ સીસારા તેમજ ભોળાભાઇ લાડુમોર દ્વારા સી.આર. પાટીલનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ સમૂહ લગ્નમાં વિનોદભાઇ ચાવડા, રઘુભાઇ હુંબલ, નારણભાઇ કાછડીયા, કૌશિક વેકરીયા, સુરેશભાઇ ગોધાણી, હીરાભાઇ સોલંકી સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.