પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના સુપુત્ર અને કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વ. રામભાઈ કાગની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે ૨૫ જૂને બાબરીયાધાર ગામમાં ભવ્ય મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું સફળ આયોજન થયું હતું. જેમાં ભાવનગરની એચસીજી હોસ્પિટલની ૧૨ સભ્યોની નિષ્ણાત ટીમે આશરે ૧૫૦ દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરી સચોટ સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટ્રસ્ટના સેક્રેટરી ઈશભાઈ કાગે જણાવ્યું કે દાયકાઓ પહેલાં રામદાદાએ ડુંગર ગામમાં ઐતિહાસિક ટીબી કેમ્પનું આયોજન કર્યું હતું. લોકસેવાની એ જ પરંપરાને જીવંત રાખવા આ કેમ્પ યોજાયો છે. પ્રેરણા આપવા પૂજ્ય તુલસીબાપુ હરિયાણી, દાદબાપુ વરુ, પીઠુભાઈ બોરીચા, ચિરાગભાઈ જોશી અને વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.






































