લાઠી-બાબરા હાઈવે પર દેવાંગી હોટલ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક સ્વીફ્ટ કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. લાઠીના વીરપુર ગામે રહેતા મહેશભાઇ શાંતિભાઇ ચૌહાણે સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી નં.GJ-14-BA-7860ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને મરણજનાર બંને મિત્રો પોતાના મોટરસાયકલ (નંબર GJ-14-J-1991) પર સવાર થઈને વીરપુર (તા. લાઠી) થી ગળકોટડી થઈ બાબરા તરફ જઈ રહ્યા હતા. મોટરસાયકલ ફરિયાદી ચલાવી રહ્યા હતા, જ્યારે મરણજનાર પાછળની સીટ પર બેઠા હતા. જ્યારે તેઓ ગળકોટડી ગામથી બાબરા તરફ જતા સમયે દેવાંગી હોટલ પાસે પહોંચ્યા, ત્યારે સામેથી આવતી એક સફેદ સ્વીફ્ટ કાર (નંબર ય્ત્ન-૧૪-મ્છ-૭૮૬૦) ના ચાલકે પોતાનું વાહન અત્યંત પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોટરસાયકલને સીધી ટક્કર મારી હતી. જેમાં પાછળ બેઠેલા યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચલાવનાર ફરિયાદીને કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.






































