અમરેલી એસ.ટી. ડેપો દ્વારા અમરેલી-બાબરા અને ત્યાંથી બાબરા-સોમનાથ વાયા ચિત્તલ ચલાલા ખાંભા બેડીયા ધોકડવા ઉના કોડીનાર પ્રાચીની બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિક અજીતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બસ સેવાનો સમય પ્રતિકૂળ હોવાની સાથે અન્ય બસો પણ તેના સમાંતર દોડતી હોવાથી આ બસને પૂરતાં પેસેન્જર મળતા નથી. આ બસ કોડીનારથી અમરેલી જવા વહેલી સવારે એકમાત્ર બસ તથા અમરેલીથી કોડીનાર આવવા માટે સાંજે એકમાત્ર બસ હોવાથી તે કાયમી ધોરણે શરૂ રહે તે ખૂબ જ જરૂરી છે. વળી આ બસ સેવાને સોમનાથથી વેરાવળ સુધી લંબાવવી પણ અત્યંત જરૂરી છે. સોમનાથથી વેરાવળનું અંતર માત્ર છ કિલોમીટર જ છે. ઉના કોડીનારથી સાંજના સમયે સોમનાથ કરતા વેરાવળ જતા લોકોની સંખ્યા વધારે હોય વેરાવળ જતાં લોકો આ બસનો લાભ લેતા નથી.