આજે બાબરા ઘટકના બાબરા સેજા ખાતે પ્રોગ્રામ ઓફિસર અને સી.ડી.પી.ઓ. બાબરાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ-૨૦૨૪ અને પોષણ ઉડાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડીઓના લાભાર્થીઓ માટે ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) અને મિલેટ્સ (શ્રી અન્ન)માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના સુપોષણ માટે આપવામાં આવતા ટેક હોમ રાશનમાં કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્વોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અંતર્ગત વાનગી સ્પર્ધામાં વિજેતા બનેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવીણભાઈ કરકર, અંકુરભાઈ જસાણી, અશ્વિનભાઈ મકવાણા, ઇમ્જીદ્ભ મેડમ, નારી અદાલતના કર્મચારીઓ, સી.ડી.પી.ઓ. મમતાબેન કથીરીયા, મુખ્યસેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.