અમરેલી જિલ્લાના બાબરા ખાતે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ આરોગ્ય મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિભાગીય નાયબ નિયામક અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર. એમ. જોષીના સીધા માર્ગદર્શન તેમજ લાયઝનિંગ અધિકારી ડા. એ. કે. સિંગના સતત સહયોગથી સંપન્ન થયો હતો. બાબરા સીએચસીના અધિક્ષક ડા. વ્હોરા સાહેબના સચોટ આયોજન અને શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના વિશેષ સહયોગથી તા. ૦૯ના રોજ મેળો યોજાયો હતો.આ મેળામાં સ્ત્રીરોગ, બાળરોગ, દંત સર્જન, આંખ, હાડકા અને જનરલ સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ હાજર રહીને દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર ડા. મોહિત ચૌહાણ, મહેશભાઈ બસિયા, ડા. જયદીપ સોલંકી સહિતના તમામ સ્ટાફ નર્સ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.







































