બાબરા સર્કીટ હાઉસ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળી હતી. જેમાં તાલુકાના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતિનભાઇ રાઠોડ, અશોકભાઇ રાખોલીયા, હિંમતભાઇ દેત્રોજા, રાજુભાઇ ભુવા, અમરશીભાઇ વાઘેલા, પરેશભાઇ ઝાપડીયા, ધીરૂભાઇ મેટાળીયા સહિત બક્ષીપંચ મોરચાના આગેવાનો હાજર રહ્યાં હતાં.