બાબરા શહેર ભાજપ દ્વારા ધુડીયા દાદા મંદિરે ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના મહામંત્રી બીપીનભાઈ રાદડીયાએ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ તકે, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, મુકેશભાઈ ખોખરીયા, અશોકભાઈ રાખોલીયા, દેવસીભાઈ મારૂ, સુરેશભાઈ ભાલાળા, હરેશભાઈ આખજા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.