બાબરા શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિની સાથે સુશાસન  દિવસની ઉજવણી કરાઈ હતી. આ  તકે, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, બીપીનભાઈ રાદડીયા, અલ્તાફભાઈ નથવાણી, સંદિપભાઈ રાદડીયા, રમેશભાઈ દસલાણીયા સહિત ભાજપ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા