જિલ્લા ભાજપના પ્રભારી સુરેશભાઇ ગોધાણીની વિશેષ ઉપસ્થિતિમાં બાબરા શહેર ભાજપની કારોબારી બેઠક મળી હતી. આ તકે જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઇ બસીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઇ સાનેપરા, પ્રદેશ આગેવાનો મુકેશભાઇ ગુજરાતી, તેમજ અન્ય પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રભારી રંજનબેન ડાભી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, બિપીનભાઇ રાદડીયા, જગદીશભાઇ નાકરાણી, લલીતભાઇ આંબલીયા, ડો. દેસાણી સહિત શહેર ભાજપ ઉપપ્રમુખ, મંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, પાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યો, કારોબારી સભ્યો સહિત કાર્યકર્તાઓએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.