બાબરા તાલુકા મહિલા ખોડલધામ સમિતિનાં સંગઠનની રચના અને દરેક ગામોમાં સંગઠનનો વ્યાપ વધે તે માટે બાબરા ખાતે મહિલા ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જેમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે બાબરા તાલુકા કન્વીનર સંગીતાબેન હપાણી, શહેર કન્વીનર દિપ્તીબેન સરધારા, સહ કન્વીનર મેનાબેન સાવલીયા તથા મીનાક્ષીબેન તળાવીયા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.