બાબરા શહેરના પ્રમુખ તરીકે કિરીટભાઈ પરવાડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હિતેશભાઈની નિમણૂક થતા દલિત સમાજના આગેવાનો દ્વારા તેમને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, દલિત સમાજના યુવા આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.










































