શરદપૂનમના દિવસે બાબરામાં ટાટા વોલ્ટાસ એકસપિરિયન્સ સ્ટોરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. માતા-પિતાના હસ્તે શો રૂમને ખુલ્લો મુકાયો હતો. દિપ પ્રાગટય ગુજરાત હેડ અમિત સુતરીયા, એરકુલરના હેડ ચિરાગભાઈ, સૌરાષ્ટ્ર હેડ પ્રશાંત પંડયા, સંકેત શાહએ કર્યુ હતું. આ ઉદ્દઘાટનમાં સહ પરિવાર સાથે રોહિતભાઈ શાહ અને અનિષભાઈ શાહ, ધર્મેશભાઈ, શિવમભાઈ, અજયભાઈ વોરા, સી.એ.હાર્દિક વોરા, કિશનભાઈ, દિલીપભાઈ સહિતના મિત્ર વર્તુળે હાજર રહી નવા સાહસને બિરદાવી શુભકામનાઓ આપી હતી.