બાબરામાં ગજેન્દ્ર શેખવાના સમર્થનમાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ, વેપારી મહામંડળ, ભારતીય કિસાન સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ, હિન્દૂ સેના તેમજ વિવિધ મંડળો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતુ. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવેદનમાં જણાવાયુ હતુ કે, બાબરા ગામના પ્રતિષ્ઠિત નાગરિક અને ગૌ સેવક તથા સામાજિક કાર્યકર એવા ગજેન્દ્રભાઈ શેખવા વિરૂદ્ધ પાસાની કાર્યવાહી થઈ છે જે બિલકુલ અયોગ્ય જણાઈ રહી છે. ગજેન્દ્રભાઇ શેખવાએ ગૌ સેવક તરીકે પોલીસ તંત્રની મદદ કરતા ૧૦૦ જેટલી ફરિયાદોમાં જાતે ફરિયાદી થઈ ગૌવંશ બચાવવાનું કાર્ય કરેલ છે. આ સિવાય બાબરા તાલુકા વિસ્તારમાં પવનચક્કી પ્રોજેક્ટમાં થતાં ગૌચર અને પર્યાવરણના બેફામ નુકસાન સામે અવાજ ઉઠાવી વ્હિસલ બ્લોઅર તરીકે કામ કરેલ છે. જે સંદર્ભે તંત્રએ તેમની સામે પાસા જેવી ગંભીર કાર્યવાહી કરેલ છે જે બિલકુલ અયોગ્ય અને અન્યાયપૂર્ણ હોય આ સંદર્ભે તેમની સામેની આ કાર્યવાહી પડતી મૂકી તેમને ન્યાય મળે અને તેમની સામાજિક પ્રતિષ્ઠા જળવાઈ રહે તેવો વ્યવહાર કરવા અને તેમને મુક્ત કરવા આથી અમો આગ્રહભરી વિનંતી કરીએ છીએ.